Western Times News

Gujarati News

ઠંડીની સીઝનમાં રૂમ હીટર વાપરતા હોવ તો ચેતી જજો

પ્રતિકાત્મક

ગેસ હીટર આખી રાત ચાલુ રાખતા દંપતીએ જીવ ગુમાવ્યો-હીટરની ઝેરી હવાને કારણે ગૂંગળાઈથી મૃત્યુ થયું-પોતાના ચાર મહિનાના દીકરાને ઠંડી ના લાગે તે માટે દંપતીએ ગેસ હીટર ચાલુ રાખ્યુંઃ દીકરાની હાલત નાજૂક-

બરેલી,  ઉત્તરપ્રદેશથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં એક ચાર મહિનાના બાળકની સારવાર ચાલી રહી છે જેની હાલત નાજૂક છે. અને આ માસૂમ બાળકના માતા-પિતાનું નિધન થઈ ગયું છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દંપતીએ પોતાના રુમમાં આખી રાતે ગેસ હીટર ચાલુ રાખ્યુ હતું. ગૂંગળાઈ જવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો, બનિયાથેર પોલીસ સ્ટેશનની હદમાં આવતા અકરોલી ગામમાં આ બનાવ બન્યો હતો. શનિવારની સવારે ઘટના સામે આવી હતી. મૃતક યુવકની ઓળખ મોહમ્મદ સલમાન તરીકે થઈ છે જેની ઉંમર ૨૮ વર્ષ હતી જ્યારે તેમના પત્નીનું નામ મેહરાજ બેગમ હતું અને ઉંમર ૨૩ વર્ષ જણાવવામાં આવી છે.

તેમના દીકરાનું નામ માસૂમ છે. આ પરિવાર જ્યારે મોડી સવાર સુધી રુમમાંથી બહાર ના નીકળ્યો તો અન્ય લોકોને શંકા થઈ અને સમગ્ર બનાવ સામે આવ્યો.

પરિવારના લોકોને જ્યારે દાળમાં કંઈક કાળુ લાગ્યું તો તેમણે રુમનો દરવાજાે તોડી કાઢ્યો. તેમણે જાેયું કે સલમાન અને મહેરાજ બેભાન અવસ્થામાં હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તેમને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમને બચાવી નહોતા શક્યા. જાે કે, તેમના ચાર મહિનાના દીકરા માસૂમનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. માસૂમની સ્થિતિ અત્યારે પણ ગંભીર છે.

સલમાનના પિતા અલ્લાહબક્ષ જણાવે છે કે,શુક્રવારે ઠંડી થોડી વધારે હતી, માટે મારા દીકરાએ હીટર ચાલુ કર્યું જેથી મારા પૌત્રને થોડો ગરમાટો મળે. શનિવારે સવારે જ્યારે તે લોકોએ ૧૦ વાગ્યા સુધી રુમનો દરવાજાે ના ખોલ્યો તો અમને શંકા થઈ અને અમે દરવાજાે તોડી કાઢ્યો.

અમને અફસોસ થાય છે કે કાશ અમે દરવાજાે થોડીવાર પહેલા તોડી કાઢ્યો હોત તો તે બચી ગયા હોત. પોલીસ સ્ટેશનના જીૐર્ં મુકેશ કુમાર સિંહ જણાવે છે કે, હીટરમાંથી નીકળેલા ટોક્સિક ગેસને કારણે દંપતીનું નિધન થયું છે. આ એક આકસ્મિક મોતની ઘટના છે. પરિવારના લોકોએ ફરિયાદ નોંધવાથી ઈનકાર કર્યો છે, માટે મૃતદેહ તેમને સોંપી દેવામાં આવ્યા છે.ગેસ હીટર આખી રાત ચાલુ રાખતા દંપતીએ જીવ ગુમાવ્યો

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.