Western Times News

Gujarati News

મંગેતરની અશ્લીલ તસવીરો મોકલતો હતો એક્સ-બોયફ્રેન્ડ

Files Photo

પરિવારના લોકોને પણ અશ્લીલ ફોટો મોકલ્યા હતા

અમદાવાદ,  શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એક ૨૮ વર્ષીય યુવકે પોતાની મંગેતરના પૂર્વ પ્રેમી એટલે કે એક્સ બોયફ્રેન્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવકનો આરોપ છે કે, આરોપી યુવક સગાઈ તોડવા માટે તેની મંગેતરની વાંધાજનક તસવીરો લોકોને મોકલી રહ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર નરોડા વિસ્તારના પદ્માવતીનગરમાં રહેતા આ ફરિયાદીનું નામ વિજય પટેલ છે. વિજય પટેલે શુક્રવારના રોજ શહેરની સાયબર ક્રાઈમ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી.

હ્લૈંઇમાં ફરિયાદી વિજય પટેલે સાયબર ક્રાઈમ પોલીસને જણાવ્યું કે, ઓગસ્ટ ૨૦૨૨માં તેની રાજકોટની એક યુવતી સાથે સગાઈ થઈ હતી. ફરિયાદી એક મજૂર કોન્ટ્રાક્ટર છે. તેણે વધુમાં જણાવ્યું કે, ૨૬મી ઓક્ટોબરના રોજ મનારા ફોનમાં એક મેસેજ આવ્યો.

આ મેસેજ મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કોઈ વર્ચ્યુઅલ નંબરથી આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ મારી મંગેતર વિશે અશ્લીલ વાતો લખી હતી. જ્યારે મેં મારી મંગેતરને આ વિશે પૂછ્યું તો તેણીએ જણાવ્યું કે, ભૂતકાળમાં તે સિદ્ધાર્થ સોજિત્રા નામના એક યુવક સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે તેઓ સાથે હતા ત્યારે સિદ્ધાર્થે તેની તસવીરો ક્લિક કરી હતી.

વિજયે વધુમાં જણાવ્યું કે, સિદ્ધાર્થ સોજિત્રા મને મારી મંગેતરની અશ્લીલ તસવીરો મોકલતો હતો અને ધમકી આપતો હતો કે મારે આ સગાઈ તોડી કાઢવી જાેઈએ. જ્યારે મેં સગાઈ તોડવાથી ઈનકાર કર્યો તો તેણે આ તસવીરો મારા પરિવારના લોકોને મોકલી. મેં સમગ્ર બાબત પર મારા પરિવારના લોકો સાથે ચર્ચા કરી અને આખરે ફરિયાદ દાખલ કરાવી છે.

વિજય પટેલની ફરિયાદ અનુસાર વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
વિજયે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આ તસવીરો તેના માતા અને ભાભી સુધી પણ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે સાયબર એક્સપર્ટ્‌સ દ્વારા લોકોને અને ખાસકરીને યુવતીઓને સલાહ આપવામાં આવે છે

કે કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરવો જાેઈએ. પોતાની આ પ્રકારની તસવીરો કોઈને પણ મોકલવી ના જાેઈએ અને લેવાની મંજૂરી પણ ના આપવી જાેઈએ. જાે આ પ્રકારે કોઈ બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે તો પોલીસની મદદ લેવામાં વાર ના કરવી જાેઈએ. સોશિયલ મીડિયાના આ સમયમાં આ પ્રકારના કેસ ઘણાં વધી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.