Western Times News

Gujarati News

ફરીવખત રાજકોટ જિલ્લાના ગામડાઓમાં થયા ભેદી ધડાકા

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગામડાઓમાં ફરી ભેદી ધડાકા થયા છે. ધડાકા થતાં ડરના માહોલ વચ્ચે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ધડાકા સાથે ધરતી ધ્રુજતા લોકોમાં ડરનો માહોલ જાેવા મળ્યો હતો. સાથે જ લોકો કુતૂહલ સાથે ઘરની બહાર દોડી ગયા હતા.

ભાવનગર હાઇવે પર આવેલા ગામડાઓમાં ભેદી ધડાકો સંભળાયો હતો. ફાળદંગ,રફાળા બેડલા અને મેસવડામાં ધડાકો સંભળાયો હતો. ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધડાકાઓને કારણે મકાનના દરવાજા-બારીઓ ધણધણી ઉઠ્‌યા હતા સાથે જ ધરતી ધ્રુજતા લોકોમાં ડરનો માહોલ જાેવા મળ્યો હતો. હજુ સુધી ધડાકા થવા અંગે કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યો નથી.

રાજકોટના ગ્રામ્ય પંથકમાં આ ધડાકો થયો હતો. પેઢલા, મંડલીકપૂર, જેતલસર, રૂપાવટી, પીપળવામાં ભેદી ધડાકો સંભળાયો હતો. કાલેરાતે લગભગ આઠ વાગ્યાની આસપાસ ધડાકા થયા હતા. આ સમયે લોકો જમવા બેસેલા હતા, ત્યારે પ્રચંડ ભેદી અવાજ આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભેદી ધડાકાને પગલે લોકોના ટોળા વળ્યા હતા અને આ પ્રચંડ અવાજ શેનો હતો, તેની ચર્ચા જાગી હતી.

જાેકે, હજુ સુધી આ ઘડાકો શેનો હતો, તેની માહિતી સામે આવી નથી. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ પણ જાેવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારના ભેદી ધડાકા સાંભળવા મળ્યા હતા. જે બાદ હવે ફરીથી આ પ્રકારની ઘટના સામે આવતાં લોકોમાં કુતૂહલ સાથે ડરનો મહોલ જાેવા મળી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.