Western Times News

Gujarati News

કોરોનાના ભય સામે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ

સિવિલ હોસ્પીટલ ખાતે ઓક્સિજનથી સજજ ૫૦ બેડ સાથેનો આઈસોલેટેડ વોર્ડ તૈયાર કરાયો

(પ્રતિનિધિ)ભરૂચ, ચીન સહિતના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે કોરોનાના તાંડવને પુનઃ જાેઈ હવે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે.ગુજરાતમાં પણ કોરોના મહામારી સામે સતર્કતા દાખવવાના સૂચનો જે તે જીલ્લાના આરોગ્ય વિભાગોને આપવામાં આવી રહ્યા છે.ભરૂચનું વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે અને સિવિલ હોસ્પિટલમાં કોવીડ વોર્ડ તૈયાર કરવા સાથે ઓક્સીજન પ્લાન્ટ પણ કાર્યરત કરાયો છે.

ચીન સહિતના દેશોમાં કોરોનાનો કહેર ફરી વકર્યો છે. ત્યારે તેની દહેશત ગુજરાતમાં છે.ત્યારે ભરૂચ જીલ્લાનું વહીવટી તંત્ર પણ સતર્ક બની ગયું છે.ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણનો છેલ્લો કેસ નવેમ્બર માસમાં સામે આવ્યો હતો.હાલમાં જીલ્લામાં એક પણ એક્ટિવ કેસ સામે આવ્યો નથી.જાેકે તંત્ર દ્વારા કોરોનાને ડામવાની તમામ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે.તેમજ ઉચ્ચ વિભાગો તરફથી મળતી એડવાઈઝરી મુજબ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.

હોસ્પિટલ,ટેસ્ટિંગ સેન્ટર સહિતના સ્ટાફને પણ આ મામલે એલર્ટ રહેવા અંગેના સૂચનો અપાઈ ચુક્યા છે.તો બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પીટલમાં હાલ ઓક્સીજન તેમજ વેન્ટિલેટર સાથે ૫૦ બેડની તૈયારી કરી દેવામાં સાથે આઈસોલેટેડ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ બાબતે વધુ માહિતી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ઈન મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો.દીપા થડાનીએ આપી હતી કે ભરૂચમાં કોરોનાને પહોંચી વળવા તમામ તૈયારી કરી દેવામાં આવી છે અને સટાફ પણ હાલ કાલે લાગી ગયું છે.તો ભરૂચ જીલ્લાના નાગરિકોને માસ્ક પહેરીને બહાર નીકળવા માટે પણ અનુરોધ કર્યો હતો.

તો બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ અંગે બાયોમેડિકલ અનેજીન્યર કૃતિ શાહે માહિતી આપી હતી કે ટોટલ પાંચ પીએસસી પ્લાન્ટ ઉપલબદ્ધ છે.જેમાં એક પ્લાન્ટ એક મિનિટમાં ૧૦૦૦ લીટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે તો અન્ય ચાર પ્લાન્ટ છે જે એક મિનિટ માં ૬૬૮ લીટર ઉત્પન્ન કરી શકે છે જેથી દર્દી સુધી પહોંચાડી શકીશું અને વેન્ટિલેટર નું પ્રેસર પણ મેન્ટેન કરી શકાશે.

હાલ તો ભરૂચ જીલ્લામાં કોરોના ના કોઈ દર્દીઓ મળી આવ્યા નથી પરંતુ તકેદારીનાં ભાગરૂપે જીલ્લાના અન્ય મથકો પર પણ કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટેની તમામ જરૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.