Western Times News

Gujarati News

કઠલાલના સીતાપુર પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, ખેડા – નડીયાદ નાઓએ આગામી ૩૧મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા પ્રોહી/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ ઇન્સપેક્ટર એ.વી.પરમાર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ એમ.એમ.જે.બારોટ તથા એલ.સી.બી સ્ટાફના માણસો કઠલાલ પો.સ્ટે વસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના હેડ.કો. કનકસિંહ નાઓને મળેલ ખાનગી હકિકત આધારે વોચ તપાસમા રહી સીતાપુર પાટીયા પાસેથી એક ગ્રે કલરની એસક્રોસ મા ભારતીય બનાવટનો વિદેશી દારૂની કવાર્ટર/બીયર ટીન નંગ ૧૦૩૨ ભરેલ મારૂતી એસક્રોસ કાર મળી કુલ્લે રૂ.૫,૬૯,૭૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડેલ અને કઠલાલ પોસ્ટે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.