Western Times News

Gujarati News

પંચમહાલ જીલ્લાનો બાળ વૈજ્ઞાનિક રાજ્ય રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નેતૃત્વ કરશે

(પ્રતિનિધિ) ગોધરા, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વર્ષ ૧૯૯૩થી કેન્દ્ર સરકારના વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ પ્રવૃત્તિનું રાજય કક્ષાનું કોઓર્ડીનેશન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. પંચમહાલ જીલ્લાનું કોઓર્ડીનેશન લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા કરવામાં આવે છે.આ પ્રવુતિ એવી છે કે, જે ગામડા કે શહેરના બાળકોને શાળા કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષા – આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોચાડી શકે છે.

બાળકો પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે,તેનું નિરાકરણ વૈજ્ઞાનિક રીતે લાવતા થાય અને આ લઘુ સંશોધન આગળ સમાજને ઉપયોગી બને તેવો ખાસ હેતુ રહેલો છે.આ સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કર્ષ દેખાવ કરી રહેલ છે.

ચાલુ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં રાજ્ય કક્ષાએ ૩૩ જિલ્લાઓના ૨૫૦ થી વધુ વિધાર્થીઓએ પોતાના પ્રકલ્પો અમદાવાદ સાયન્સ સીટી ખાતે રજૂ કર્યા હતા.તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને પસંદ કરેલ વિષયાનું રૂપ રીસર્ચ પેપર,પ્રકલ્પ ફાઈલ, લોગબુક તૈયાર કરી તા. ૨૨ થી ૨૪ ડીસેમ્બરના રોજ રાજ્ય કક્ષાએ યોજાયેલ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં સામેલ થયા હતા.

જેમાં થી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પંચમહાલ જીલ્લાના બે પ્રકલ્પો પસંદગી પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય કક્ષાએ પસંદગી પામેલ બાળ વૈજ્ઞાનિક બ્રિશા શાહ – શ્રી શ્રી રવિશંકર સ્કુલ,ગોધરા અમદાવાદ સાયન્સ સીટી ખાતે પ્રકલ્પ રજુ કરનાર છે.પંચમહાલના ગૌરવ સમા બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકશ્રી ઓને ગુજ્કોસ્ટના એડવાઇઝર નરોતમ સાહુ સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.લોક વિજ્ઞાન કેન્દ્રના ડૉ.સુજાત વલી સાહેબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ પંચમહાલ જીલ્લાનું નેતૃત્વ કરનાર બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.