Western Times News

Gujarati News

ભરૂચના સ્ટેશન રોડની મોબાઈલ શોપમાં ૧ લાખની થયેલી ચોરી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં વહેલી સવારે સ્ટેશન રોડ ઉપર આવેલ શાલીમાર શોપિંગ સેન્ટરમાં આવેલ બુરહાની મોબાઈલની શોપના પાછળના ભાગની ગ્રીલ તોડી દુકાનમાં રહેલા નવા અને જુના ફોન સહીત એસેસરીઝ મળી અંદાજીત ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતા. જાે કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ભરૂચ શહેરમાં રહેતા ઈબ્રાહીમ ભરૂચાની સ્ટેશન રોડ ઉપર આવેલ શાલીમાર શોપિંગ સેન્ટરમાં બુરહાની મોબાઈલની શોપ ચલાવે છે.જેઓની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરોએ દુકાનમાં વેન્ટિલેશન માટે લગાવેલ ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ નવા અને જુના ફોન મળી ૧૦ મોબાઈલ અને એસેસરીઝ મળી અંદાજીત ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેમાં એક તસ્કર ચોરી કરતો હોવાનું સામે આવતા ચોરી અંગે દુકાન સંચાલકે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવાની તજવીજ હાથધરી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસને આપતા પોલીસે સીસીટીવીના આધારે તસ્કરનું પગેરું શોધાવની તજવીજ હાથઘરી છે.તો બીજી તરફ ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કર દ્વારા જે સાધનો વડે ગ્રીલ તોડી હતી તે સાધનો પણ સ્થળ પર મૂકીને ફરાર થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની ઠંડીમાં લોકો મીઠી નીંદર માણતા હોય છે ત્યારે વહેલી સવારે તસ્કરો પોતાની કરતૂત અજમાવી ચોરીની ઘટનનાને અંજામ આપી રહ્યા છે.ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ લોકોની ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.