Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પંતને ગંભીર ઈજા થતાં ચિંતામાં ગરકાવ થઈ ઉર્વશી

મુંબઈ, વર્ષ ૨૦૨૨નો અંતિમ શુક્રવાર (૩૦ ડિસેમ્બર), બ્લેક ફ્રાઈડે સાબિત થયો. પીએમ મોદીના માતા હીરાબા અને ફૂટબોલ ખેલાડી પેલેના નિધનનું દુઃખ સહેજ ઓછું નહોતું થયું ત્યાં ટીમ ઈન્ડિયાના યંગ ક્રિકેટર રિષભ પંતની કારના થયેલા ભયાનક અકસ્માતે ફેન્સને ચિંતામાં મૂકી દીધા.

ન્યૂ યર પર મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે વતન જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે રુડકીની નારસન બોર્ડર પર તેની મર્સિડીઝ બેંઝ કાર પલટી મારી હતી અને આગમાં બળીને ખાખ થઈ હતી. આ ઘટના બાદ ગમે તેમ કરીને પંત મોતને મ્હાત આપતા વિંડ સ્ક્રીન તોડી બહાર આવ્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. તેને પગ અને પીઠના ભાગે ઈજા પહોંચી છે.

હાલ, તેની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે. પંત જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય તેવી સાથી ક્રિકેટરો અને ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ પોસ્ટ ચર્ચામાં છે. રિષભ પંતનો અકસ્માત થયો હોવાની ખબર સામે આવ્યાના થોડા જ કલાકમાં ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી અને સાથે લખ્યું હતું ‘પ્રાર્થના કરી રહી છું’.

પંતનો જીવ બચાવનાર હરિયાણા રોડવેઝના ડ્રાયવર અને કંડકટર બંનેનું પાણીપત ખાતે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

#love #UrvashiRautela #UR1 જેવા હેશટેગ પણ લખ્યા હતા. તેણે પોસ્ટમાં ક્રિકેટરનું નામ નહોતું લખ્યું પરંતુ પોસ્ટ તેના માટે જ હોવાનું ફેન્સને લાગ્યું હતું. કેટલાક યૂઝરે ‘ગેટ વેલ સૂન’ લખ્યું હતું તો એક યૂઝરે લખ્યું હતું ‘રિષભ ભાઈના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે’, તો એકે લખ્યું હતું ‘ભાભી હિંમત રાખો બધું ઠીક થઈ જશે’.

અન્ય એક યૂઝરે ઉર્વશીના રિષભ પ્રત્યેના પ્રેમને સાચો પ્રેમ ગણાવ્યા હતા. કેટલાક યૂઝર તેવા પણ હતા જેમણે તેઓ પણ એક્ટ્રેસની જેમ પંત માટે પ્રાર્થના કરી રહ્યા હોવાનું લખ્યું હતું. ઉર્વશીએ જે રીતે પંત માટે સહાનુભૂતિ દાખવી તે તેના ફેન્સને પસંદ આવ્યું હતું.

ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મિસ્ટર આરપી તેની રાહ જાેઈને હોટેલની લોબીમાં કલાકો સુધી ઉભો રહ્યો હતો. તેણે તેને ૧૬-૧૭ મિસ્ડ કોલ પણ કર્યા હતા. આરપી રિષભ પંત જ હોવાની અટકળો શરૂ થતાં ક્રિકેટરે પ્રતિક્રિયા આપી હતી અને ઉર્વશીને ‘બહેન’ તરીકે સંબોધી હતી.

આટલું જ નહીં તેનો પીછો છોડી દેવા પણ વિનંતી કરી હતી અને લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે કેટલી ઓછી હરકત કરતાં હોય છે તેમ કહ્યું હતું. તો એક્ટ્રેસે પણ તરત જ એક પોસ્ટ કરીને ‘આરપી ભાઈ બોલ બેટ રમવામાં ધ્યાન આપો’ તેમ લખ્યું હતું. SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers