Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઢોલનો અવાજ સાંભળી આલિયા પતિની પીઠ પાછળ છુપાવ્યું મોં

મુંબઈ, ગુરુવારે સવારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની લોન્ગ-ટાઈમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ યોજાઈ હતી. આ ફંક્શન રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજીના મંદિરમાં થયું હતું. ત્યારબાદ રાતે અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તેમા બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ હાજર રહ્યા હતા.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ દીકરી રાહા માટે પેરેન્ટ્‌સ ડ્યૂટીમાંથી થોડો બ્રેક લીધો હતો અને મ્હ્લહ્લ અયાન મુખર્જી સાથે પાર્ટીમાં હાજરી આપી હતી.

બંનેએ હાથમાં હાથ પરોવીને એન્ટ્રી મારતાં જ સમગ્ર લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ફંક્શન દરમિયાનના બંનેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અયાન મુખર્જી સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફંક્શનમાં વહેલા પહોંચ્યા હતા.

ન્યૂલી એન્ગેજ્ડ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રાહ જાેવાઈ રહી હતી. તેમની સગાઈ થઈ હોવાની ખુશીમાં ઢોગ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. આલિયા અને રણબીર પણ તે સમયે ત્યાં જ હતા. જાેરજાેરથી વાગી રહેલા ઢોલનો અવાજ સાંભળી આલિયા સહેજ પરેશાન થઈ હતી અને પતિની પીઢ પાછળ મોં છુપાવ્યું હતું. ત્યારબાદ તેણે રણબીરના ખભા પર કિસ પણ કરી હતી.

આ ક્યૂટ મોમેન્ટ ત્યાં હાજર કોઈએ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેમાં શરૂઆતથી અંત સુધી બંને એકબીજાનો હાથ પકડીને ઉભેલા દેખાયા. આલિયા અને રણબીરના ફેન પેજ પરથી અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ હાથમાં એક મોટી કસ્ટમાઈઝ્‌ડ બેગ સાથે એન્ગેજમેન્ટ પાર્ટીમાંથી નીકળતા દેખાયા.

બંને કાર તરફ ખૂબ ઝડપથી જઈ રહ્યા હતા. ફંક્શન માટે એક્ટ્રેસે સ્કાય બ્લૂ કલરનું આઉટફિટ પહેર્યું હતું અને વાળને ખુલ્લા રાખ્યા હતા. મિનિમલ મેકઅપમાં તે ગોર્જિયસ લાગતી હતી.

બીજી તરફ, રણબીરે બ્લૂ કલરનો કૂર્તો, પાયજામો અને પ્રિન્ટેડ કોટી પહેરી હતી. તે પણ આ લૂકમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગતો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.

આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર પાસે ફિલ્મ ‘એનિમલ’ છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers