Western Times News

Gujarati News

નકલી હતો મિકા સિંહનો આકાંક્ષા સાથેનો સ્વયંવર?

મુંબઈ, લગ્ન અને પાર્ટીઓમાં પોતાના સોન્ગ પર ભલભલી વ્યક્તિઓને નાચવા માટે મજબૂર કરનાર ૪૫ વર્ષીય પ્લેબેક સિંગર મિકા સિંહે જ્યારે ‘સ્વયંવરઃ મિકા દી વ્હોટીની જાહેરાત કરી તો તેના ફેન્સ ખુશ થયા હતા. તેણે તેની ફ્લોઝ ફ્રેન્ડ આકાંક્ષા પુરીને પોતાની દુલ્હન તરીકે સિલેક્ટ કરી હતી.

આ રિયાલિટી શોનું ફિનાલે જુલાઈમાં યોજાયું હતું અને આ વાતને પાંચ મહિના થઈ ગયા હોવા છતાં બંનેએ લગ્ન કર્યા નથી. તેઓ રિયલમાં ક્યારે લગ્ન કરશે તેની રાહ સૌ જાેઈ રહ્યા છે.

પરંતુ સિંગરને કોઈ ઉતાવળ હોય તેમ લાગતું નથી. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં તેને આ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે સીધો જવાબ આપ્યો નહોતો. આજ તકના રિપોર્ટ્‌સ પ્રમાણે, મિકા સિંહે તે આકાંક્ષા પુરી સાથે ક્યારે લગ્ન કરશે તે જણાવ્યું નહોતું, પરંતુ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની હિંટ આપી હતી. આ સાથે તેણે કહ્યું હતું તે, તેઓ બંને એકબીજા માટે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ કરતાં વધારે છે.

તેમના સંબંધો તેનાથી ઉપર છે. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, વ્યસ્ત શિડ્યૂલના કારણે તે હમણાથી આકાંક્ષાને વધારે મળી શકતો નથી. પરંતુ જ્યારે પણ બંને મળે છે ત્યારે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. મિકા સિંહે લગ્નના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, તે હાલ વ્યસ્ત છે અને શો કરી રહ્યો છે. તેની પાસે જરાય પણ સમય નથી. પરંતુ જે દિવસે સારુ મુહૂર્ત હશે ત્યારે તે આકાંક્ષા સાથે લગ્ન કરી લેશે.

તેણે ઉમેર્યું હતું કે ‘જાેડી ભગવાન બનાવે છે. તેથી, જ્યારે નસીબમાં લગ્ન કરવાનું લખ્યું હશે ત્યારે કરીશ. હાલ તો હું અને આકાંક્ષા સાચા મિત્રો છીએ. મિકા દી વ્હોટી’ દરમિયાન મિકા સિંહ અને આકાંક્ષા પુરીએ એકબીજાને પાર્ટનર તરીકે પસંદ કરતાં વરમાળા પહેરાવી હતી.

ત્યારે તેમણે કહ્યું હતું કે, બાકીનું જીવન સાથે વીતાવવા માગે છે. પરંતુ થોડા સમય બાદ એક્ટ્રેસે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેણે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘હું અને મિકા સારા મિત્રો છીએ, કપલ નહીં. અમે શોમાં પણ કહ્યું હતું કે, અમારી મિત્રતા વર્ષો જૂની છે.

અમે હંમેશા મિત્રો રહીશું’. આકાંક્ષા પુરીએ તેમ પણ કહ્યું હતું કે, સ્વયંવર પાર્ટનર સિલેક્ટ કરવા વિશે હતો. બંને વર્ષોથી એકબીજાને ઓળખે છે તેથી શોમાં પાર્ટનર તરીકે પસંદ કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.