Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અડધું બોલિવૂડ વિદેશમાં કરશે નવા વર્ષની ઉજવણી

મુંબઈ, વર્ષ ૨૦૨૨ને પૂર્ણ થવામાં એક દિવસ બાકી છે. જયારે વર્ષ ૨૦૨૩ની શરૂઆત હવે નજીકમાં જ છે. ત્યારે નવા વર્ષને વિસ્તરેલા હાથ સાથે સ્વીકારવા માટે લોકો અલગ અલગ તૈયારીઓ સાથે થનગની રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક લોકો પોતપોતાના બહાર જવાના પ્લાન બનાવી રહ્યા છે.

કેટલાક લોકો તેને ઘરે ઉજવવાનો પ્લાન બનાવી રહ્યા છે. જ્યારે કેટલાક આ દિવસને ખાસ બનાવવા માટે વિદેશ પ્રવાસ પર ગયા છે. જાે.કે સામાન્ય લોકોની સાથે સાથે અડધુ બોલિવૂડ પણ ભારત છોડીને દુનિયાના વિવિધ ખૂણામાં નવા વર્ષની ઉજવણી કરવા નીકળી ગયા છે.

કેટલાક દુબઈ ગયા છે અને કેટલાક સ્વિટ્‌ઝર્લેન્ડ અને અબુ ધાબી ન્યૂ યરની ઉજવણી કરવા પહોંચી ગયા છે. જાેકે તેઓએ ચાહકોને બિલકુલ નિરાશ કર્યા નથી. દરેક વ્યક્તિએ ત્યાંથી સીધી તસવીરો પોતપોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ત્યારે આવો અમે તમને જણાવીએ કે નવા વર્ષ પહેલા તમારા ફેવરિટ સ્ટાર્સ ક્યાં ક્યાં દિવાના થઈ ગયા છે. મૌની રોય અને સૂરજ નામ્બિયાર નવા વર્ષ ૨૦૨૩ની ઉજવણી કરવા અબુ ધાબી પહોંચી ગયા છે. ત્યાંથી અભિનેત્રીએ પોતાની મનમોહક તસવીરો શેર કરી છે.

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ નવા વર્ષની ઉજવણી માટે દુનિયાના કોઈને કોઈ ખૂણે ગઈ છે. જાેકે ક્યાં છે. તેનો હજુ સુધી ખુલાસો થયો નથી. નવા વર્ષની ઉજવણી માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી દુબઈ જવા રવાના થઈ ગયા છે.

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ શેર કરેલી તેની પાર્ટીની તસવીરો સામે આવી છે. વરુણ ધવન અને નતાશા દલાલ એરપોર્ટ પર અર્જુન કપૂર સાથે જાેવા મળ્યા હતા.

આ સિવાય અર્જુન કપૂરે એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં અનિલ કપૂર જાેવા મળ્યો હતો. બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન પણ નવા વર્ષની ઉજવણી માટે રવાના થઈ ગઈ છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તેમના બે પુત્રો તૈમુર અને જેહ સાથે સ્વિટ્‌ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. કાર્તિક આર્યન એકલો પેરિસ જવા રવાના થયો છે. ત્યાંથી તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે.

કેટરિના કૈફ અને વિકી કૌશલ ક્રિસમસ પછી જ રાજસ્થાન જવા રવાના થયા હતા. અભિનેત્રીએ ત્યાંના જંગલોની તસવીરો અને વિડીયો શેર કર્યા છે. તેણે કહ્યું કે તે તેની પ્રિય જગ્યાઓમાંથી એક છે. જાેકે હવે આ કપલ બહાર ક્રિસમસની ઉજવણી કરીને મુંબઈ પરત આવી ગયું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers