Western Times News

Gujarati News

ગુજરાતની જેલોમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કેદીઓ

File

એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવતા કેદી પણ સજા ભોગવી રહ્યાં છેઃ સેન્ટ્રલ-સબ જેલોમાં સંખ્યા ક્ષમતા કરતા વધારે
અમદાવાદ,  અભણ હોય તે ગુનાખોરીમાં સંડાવાયેલા હોય છે પણ હવે શિક્ષિત લોકો પણ ગુનાખોરીના રવાડે ચઢ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB National Crime Record Bureau)ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધુ છે. ગ્રેજ્યુએટ, ડિગ્રીધારી, પોસ્ટ ગ્રેજ્યુએટ અને શિક્ષિત કેદીઓની સંખ્યા ૩૨૧૭ છે.

એનસીઆરબીના આ રિપોર્ટ અને તારણોને લઇ ભારે ચકચાર મચી ગઇ છે. એનસીઆરબીના રિપોર્ટના મહત્વના તારણો મુજબ, ગુજરાતની કુલ ૨૮ જેલમાં ૧૮૪૨ આરોપી એવા છે જેમની ઉંમર ૧૮થી ૩૦ વર્ષની છે. આ ઉપરાંત ૩૦થી ૫૦ વર્ષના ૧૮૩૬ કેદી છે. જ્યારે ૮૬૫ કેદી એવા છે જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે. આમ ગુજરાતની જેલમાં ૪૨.૮ ટકા કેદી યુવા છે. ગુજરાતની જેલમાં ૩૨૧૭ કેદીઓ શિક્ષિત છે. જ્યારે ૧૦૮૨ કેદી અભણ છે. ધોરણ ૧૦થી ઓછું ભણેલા ૨૧૫૯ કેદી છે. ગ્રેજ્યુએશનથી ઓછું ભણ્યા હોય તેવા ૬૮૫ કેદી છે. ઉપરાંત ૨૫૪ કેદી ગ્રેજ્યુએટ છે.

તો ૨૦ કેદીઓ એવા છે જેમની પાસે ટેક્નિકલ ડીગ્રી અને ડિપ્લોમાં ડિગ્રી ધરાવે છે અને ૯૯ કેદી એવા છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ગુજરાતની જેલમાં કેપેસીટી કરતા કેદીઓ વધુ છે. સેન્ટ્રલ જેલમાં ૭૭૪૦ કેદીની કેપેસીટી સામે ૭૯૮૯ કેદી છે. આ સિવાય જિલ્લા જેલમાં ૩૪૩૭ કેદીઓની કેપેસીટી છે જેમાં ૨૯૯૨ કેદી છે. સબજેલમાં ૧૧૬૮ની કેપેસીટી સામે ૧૪૩૩ કેદી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તો સબજેલમાં કેદીની સંખ્યા ૧૨૨ ટકા થઈ છે. આમ, રાજયની સેન્ટ્રલ જેલ અને સબજેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધુ હોવાની વાત સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.