Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરૂપતિ બાલાજી ૮ મહિના રહેશે બંધ

તિરૂપતી, ભકતગણ હવે ભાગ્યે જ કદાચ વિશ્વ પ્રસિદ્ધ તિરૂમાલા મંદીરના ગર્ભગૃહમાં દર્શન કરી શકશે. મંદીર પ્રશાસને એક નિર્ણય લીધો છે કે, મુખ્ય ગર્ભગૃહ ર૦ર૩ સુધી છથી આઠ મહીના સુધી બંધ રહેવાની સંભાવના છે. પદાધિકારીઓના જણાવ્યા અનુસાર મુખ્ય ગર્ભગૃહની ઉપર આનંદ નિલમય પર સોનાનું પરત ચડાવવામાં આવશે. જે ત્રણ માળ સુધી લાગશે. જેને વિમના કહેવાશે. આ ગુબંજની આકૃતિનું હશે, જે ગોપુરમ જેવું દેખાશે.

તિરૂમાલા મંદિર આંધ્ર પ્રદેશના તિરૂપતી જીલ્લામાં આવેલું છે. ભકતગણ સૌથી વધારે ધનવર્ષા આ મંદીરમાં કરે છે.એટલા માટે ભગવાન વેકટેશ્વરના પ્રસિદ્ધ તિરૂપતી બાલાજી મંદીરને સૌથી ધનાઢય દેવાલય માનવામાં આવે છે. આજથી પહેલા આ મંદીર કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યું હતું. આ અગાઉ તિરૂપતી બાલાજી મંદીર ર૦૧૮માં ૮૦ દિવસ બંધ રહયું હતું. આ મંદીર ફકત કર્મચારીઓ માટે ખુલ્લું હતું. હવે મંદીર પ્રશાસને ફરી એક વાર ભકતો માટે મહત્વની સુચના આપી છે.

તિરૂમાલા મંદીર પ્રશાસન સાથે જાેડાયેલ અધિકારીઓએ કહયું કે, જયાં સુધી ગર્ભગૃહના ઉપરી ભાગપર સોનાની પરત નહી ચડાવવામાં આવે. ત્યાં સુધી ભગવાન વેકટેશ્વરની ર્મુતિની પ્રતીકૃતિ મુખ્ય મંદીરની બાજુમાં એક હંગામી મંદીર સ્થાપીત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ મંદીરનું મેનેજમેન્ટ તિરૂમાલા તિરૂપતી દેવસ્થાન કરે છે, જે ભારતનું સૌથી અમીર મંદીરનું મેનેજમેન્ટ કમીટી છે.

તિરૂપતી ભારતનું સૌથી પ્રસિદ્ધી તીર્થસ્થળમાંનું એક છે. દર વર્ષે અહી લાખોની સંખ્યામાં દર્શનાર્થી આવે છે. સમુદ્રતટથી ૩ર૦૦ ફુટની ઉંચાઈ છે. આવેલ તિરૂમાલાની પહાડી પર બનેલું શ્રી વેકટેશ્વર મંદીરી અહીંનું સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદીર દક્ષીણ ભારતીય વાસ્તુકલા અને શિલ્પ કલાનો અદ્‌ભૂત નમુનો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version