Western Times News

Latest News from Gujarat

2019ના કિંમતના લાભો સાથે 2020 અગાઉ ઈસુઝુ યુટિલીટી વ્હીકલ ઘરે લઈ જાઓ

ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા તેના સંભવિત ગ્રાહકોને હાલની ડી-મેક્સ પિકઅપ્સ અને એમયુ-એક્સ એસયુવીની રેન્જના પ્રાઈસ સિલિંગ તથા સ્કીમના લાભો લેવા માટે અનુરોધ કરે છે. આગામી રેગ્યુલેટરી મેન્ડેટને ધ્યાનમાં રાખીને કંપની ડિસેમ્બર 2019ના અંત સુધીમાં તેનું BS-4 કમ્પ્લાયન્ટ વાહનોનું પ્રોડક્શન બંધ કરશે. ઈસુઝુ પેસેન્જર્સના નવા BS-6 મોડેલ્સ – ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ અને ઈસુઝુ એમયુ-એક્સ એસયુવી રૂ. 3થી 4 લાખ જેટલા મોંઘા થવાની શક્યતા છે. જ્યારે કમર્શિયલ રેન્જ – ડી-મેક્સ રેગ્યુલર કેબ અને ડી-મેક્સ એસ-કેબની કિંમતમાં પણ રૂ. 1થી 1.5 લાખ (તમામ એક્સ-શોરૂમ કિંમત) જેટલો વધારો થવાની શક્યતા છે.

કંપની પ્રવક્તા કેપ્ટન શંકર શ્રીનિવાસે કહ્યું હતું, ‘દેશમાં વાહન ખરીદનારા લોકોમાં અસ્પષ્ટતા છે. સરકારની ઘોષણા અનુસાર 31 માર્ચ, 2020 અગાઉ ખરીદાયેલા BS-4 વાહનો BS-6 નિયમો લાગુ કરાયા પછી પણ એપ્રિલ 2020થી ચલાવી શકાશે. ઈસુઝુ તેના નવા અને હાલના ગ્રાહકોને આગામી વર્ષે વધનારી કિંમતો અંગે જાણ કરે છે અને તે ગ્રાહકોને અનુરોધ કરે છે કે તેઓ ઈસુઝઉ યુટિલિટી વાહનોની રેન્જ સાથે સ્કીમના લાભો મેળવવા યોગ્ય નિર્ણય લે.’

સંભવિત ગ્રાહકો ઈસુઝુ ડિલર્સ 18004199188 પર કોલ અથવા www.isuzu.inની હાલની કિંમત અને ઓફર્સ મેળવી શકે છે. ઈસુઝુ ડી-મેક્સ રેગ્યુલર કેબ એક સિંગલ કેબિન પીકઅપ છે અને તે કઠોર, શક્તિશાળી અને વિશ્વસનીય વર્કહોર્સ છે અને તે વિશ્વભરમાં તેના પર્ફોર્મન્સ અને લાઈફ લોંગ ટકાઉપણા માટે જાણીતી છે. રેગ્યુલર કેબ બંને ફ્લેટ ડેક અને કેબ ચેસિસ વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. ફ્લેટ ડેક વેરિઅન્ટ એક્સેલ કોમર્શિયલ ટ્રાન્સપોર્ટેશનની વિશાળ રેન્જ ધરાવે છે. અને કેબ ચેસિસ વેરિઅન્ટ આદર્શ પસંદગી કોલ્ડ ચેઈન ટ્રાન્સપોર્ટ એપ્લિકેશન્સના કન્ટેનર્સ માટે બની રહે છે. કેબ ચેસિસ વેરિઅન્ટને સ્પેશિયલ હેતુની એપ્લિકેશન્સ માટે લોજિસ્ટિક્સ અને અન્ય સંબંધિત બિઝનેસીસ માટે કસ્ટમાઈઝ કરી શકાય છે.

‘D-Serve’ -. કંપની દ્વારા ‘ડ-સર્વ’ પેકેજ કોઈ વધારાના ખર્ચ વિના રેગ્યુલર કેબ મોડેલ માટે અપાય છે. પેકેજમાં ફ્રી પિરિયોડિક મેઈન્ટેનન્સ 3 વર્ષ માટે/ 1 લાખ કિમિ (જે વહેલુ હોય) માટે આપેલ છે જેમાં પીએમએસ પાર્ટ, લુબ્રિકન્ટ્સ, સંબંધિત લેબર કોસ્ટ અને કેટલીક તૂટફૂટનું સમારકામ સામેલ છે. તેમાં અકસ્માતથી નુકસાન અંગેનું સમારકામ સામેલ નથી. આ મર્યાદિત સમયની ઓફર રેગ્યુલર કેબ મોડેલ્સ માટે માન્ય છે. (શરતો અને નિયમો લાગુ)

ઈસુઝુ ડી-મેક્સ એસ-કેબ એક પાંચ સીટનું પીકઅપ વાહન છે અને તે અનોખું સ્પેસ, પર્ફોર્મન્સ અને શક્તિનું સ્માર્ટ પ્રોપોર્શનમાં સંયોજન આપે છે. તે મોડર્ન બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ કે જેઓ ઉચ્ચસ્તરીય સોફિસ્ટિકેશન, સ્પેસ ઈચ્છે છે તેને સેવા આપે છે. એસ-કેબ હવે હાઈ-રાઈડ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે. જે વધુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ આપે છે જે પડકારરૂપ રોડ પર જરૂરી હોય છે. એસ-કેબ અર્ગોનોમિકલી ડિઝાઈન્ડ છે અને તે સુરક્ષા, આરામ અને સુવિધાના ઉત્કૃષ્ટ ફિચર્સ ધરાવે છે, જે આધુનિક ડ્રાઈવરને મળે છે.

ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ ભારતનું પસંદગીનું લાઈફસ્ટાઈલ અને એડવેન્ચર યુટિલિટી વાહન છે. જે એસયુવી ગ્રાહકોને કે જેઓ સાહસ ઈચ્છે છે તેમના માટે છે અને તે પોતાના સહયોગીઓથી અલગ રહેવા ઈચ્છે છે તેમના માટે છે. હાલમાં લોન્ચ થયેલ નવી વી-ક્રોસ, હવે નવી ડિઝાઈન સાથે આવી છે અને તે વધુ આક્રમક અને સોલિડ સ્ટેન્સ ઓન રોડ અને ઓફ રોડ ધરાવે છે. તેમાં નવા 18 ઈંચના ડાયમંડ કટ અલોય વ્હીલ્સ છે, બાઈએલઈડી હેડલેમ્પ અને અન્ય અનેક વધારાના ફિચર્સ છે જે વાહનની બાહ્ય ડિઝાઈનને ખરેખર ઈચ્છનીય બનાવે છે.

ઈન્ટિરિયરમાં, તેમાં ઓલ-બ્લેક અપહોસ્ટ્રી છે અને સાથે લેધર સીટ્સ, પિયાનો બ્લેક ગાર્નિશ ફિનિશ ડેશબોર્ડ પર ધરાવે છે ઉપરાંત થ્રીડી ઈલેક્ટ્રોલુમિસન્ટ મીટર, ગીયર શિફ્ટ ઈન્ડિકેટર અને અન્ય વિશેષતાઓ ધરાવે છે. નવી વી-ક્રોસ કે જે પીઈએસએસ જેવા ફિચર્સ ધરાવે છે તેમજ સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક વગેરે પણ તેમાં છે. સુરક્ષામાં પણ વધારો થયો છે અને તેમાં કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડર પણ આપેલું છે, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને હિલ ડિસન્ટ કંટ્રોલ પણ હોવાથી વી-ક્રોસ દેશની એક સૌથી સ્પર્ધાત્મક અને કોમ્પ્રિહેન્સિવ લાઈફ સ્ટાઈલ પિકઅપ બને છે.

ઈસુઝુ એમયુ-એક્સ એક પ્રિમિયમ સાત સીટનું ફુલ સાઈઝ એસયુવી છે જેની ડિઝાઈન બંને દુનિયાના લોકો જેમકે ઓલ મસલ અને ઓલ હાર્ટ પ્રકારના લોકોને માટે છે. એવા ગ્રાહકો માટે તે પરફેક્ટ કોમ્બિનેશન છે જેઓ માત્ર સ્ટાઈલ, પાવર અને રોડ પર પોતાની આગવી ઉપસ્થિતિ જ નથી ઈચ્છતા પણ સાથે તેમના પરિવાર માટે બેસ્ટ ઈન ક્લાસ સ્પેસ અને આરામદાયકતા ઈચ્છે છે. નવા એમયુ-એક્સમાં નવીનતમ એક્સ્ટિરિયર્સ (ફ્રન્ટ અને રિયર), વધુ આક્રમક સ્ટાન્સ, પ્રિમિયમ લાવા બ્લેક ઈન્ટિરિયર્સ, વધુ સુરક્ષા વિશેષતાઓ સામેલ છે જેમાં 6-એરબેગ્સ (ફ્રન્ટ, સાઈડ અને કર્ટેન), હિલ ડિસન્ટ કંટ્રોલ (એચડીસી) અને 18 ઈંચ મલ્ટી સ્પોક ટ્વીસ્ટ ડિઝાઈન ડાયમન્ડ કટ અલોય વ્હીલ્સ આ એસયુવીને સ્પોર્ટીયર અને મસ્ક્યુલર બનાવે છે.