Western Times News

Gujarati News

સોયાબિનની કિંમતમાં જંગી વધારોઃ પાકને ભારે નુકસાન

ભારે વરસાદના કારણે જુદા જુદા રાજ્યોમા સોયાબિનના પાકને ૫૦ ટકા સુધી અસરઃ માર્કેટમાં આવકની ચર્ચાઓ

નવી દિલ્હી, મધ્યપ્રદેશ, મહારા,્‌ટ્ર અને રાજસ્થાનમાં કમોસમી વરસાદના કારણે હાલત કફોડીબનેલી છે. કમોસમી વરસાદના કારણે આ વર્ષે સોયાબિનના પાકને ભારે નુકસાન થયુ છે. જેના કારણે કિંમતમાં પણ જારદાર ઉછાળો આવ્યો છે. ગયા વર્ષની તુલનામાં સોયાબિનની કિંમતમાં ૮૦૦ રૂપિયાનો વધારો થઇ ગયો છે. વર્તમાનમાં કોટા પ્લાન્ટ ડિલિવરી સોયાબિનના ભાવ ૪૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયા છે. જ્યારે ગયા વર્ષે આ સમય સોયાબિનના ભાવ ૩૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ હતા. એટલે કે ગયા વર્ષની તુલનામાં સોયાબિનના ભાવ આસમાને પહોંચી ગયા છે. સોયાબિનના ભાવ હવે ગયા વર્ષની તુલનામાં ૮૦૦ રૂપિયા વધુ થઇ ગયો છે.

આ ગાળા દરમિયાન મંડીઓમાં નવી સોયાબિનની આવક શરૂ કરવામાં આવી ચુકી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મંડીઓમા સોયાબિનની દરરોજની આવક સોમવારના દિવસે સાત લાખ બોરી સુધી પહોંચી ગઇ હતી. કોટાના કારોબારી દિનેશ ગોયલે કહ્યુ છેકે સ્થાનિક બજારમાં કેટલાક મહિના પહેલા સુધી એમએસપી કરતા નીચે વેચાનાર સોયાબિનના ભાવ હવે ૪૦૦૦રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચી ચુકીછે. સોયાબિનના એમસપી ૩૭૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગઇ છે. કારોબારીઓનુ કહેવુ છે કે ભારે વરસાદના કારણે આ વખતે મધ્ય પ્રદેશમાં સોયાબિનની પાક ૪૦થી ૫૦ ટકા વધારે પ્રભાવિત થઇછે. બીજા પ્રમુખ ઉત્પાદક રાજ્ય ગણાતા મહારાષ્ટ્રમાં તો હાલતા વધારે ખરાબ થયેલી છે. ગયા મહિનામાં ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક હિસ્સામાં પાકને અભૂતપૂર્વ નુકસાન થયુ છે. ગયા વર્ષે દેશમાં આશરે ૧૧૦ લાખ ટન સોયાબિનનુ ઉત્પાદન થયુ હતુ.

જ્યારે આ વખતે ૮૦થી ૮૫ લાખ ટન સોયાબિનનુ ઉત્પાદન થયુ છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે માંગની દ્રષ્ટિએ સોલ્વેટ પ્લાન્ટોમાં પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના કારણે સોયાબિનની કિંમતો આસમાને પહોંચી ગઇ છે. કિંમતોમાં હજુ વધુ વધારો થઇ શકે છે. છેલ્લા એક મહિનાના ગાળામા સોયાબિનના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. અત્રે નોંધનીય છે કે કેન્દ્રિય કૃષિ મંત્રાલય દ્વારા ચોથા અગ્રીમ પાક ઉત્પાદન અંદાજમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩૯ લાખ ટન સોયાબિન ઉ્‌પાદનનો અંદાજ મુકવામાં આવ્યોહતો. સોયાબિન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે સોપાએ ગયા મહિનામાં જ આ અંદાજને ફગાવી દીધો હતો. ઉત્પાદન ઘટી જવાના કારણે માઠી અસર થઇ રહી છે. ઉત્પાદન ઘટીજવા માટેના અન્ય કેટલાક કારણો પણ આપવામાં આવી રહ્યા છે. સોયાબિનની કિંમતમાં વધારો થતા સામાન્ય લોકોને પણ તેનો બોજ પડે તેવી શક્યતા દેખાઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.