Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અલી બાબા: દાસ્તાન-એ-કાબૂલનો જૂનો સેટ ફરી ખોલાયો

મુંબઈ, આશરે ૨૪ દિવસ બાદ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલના કલાકારો અને ક્રૂ ઓરિજિનલ સેટ પર પાછા ફર્યા છે, જે ૨૪ ડિસેમ્બરે લીડ એક્ટ્રેસ તુનિષા શર્માએ મેકઅપ રૂમમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યો હતો. ટીમે આશરે ચાર દિવસ સુધી શૂટિંગ બંધ રાખ્યું હતું અને ૨૯ ડિસેમ્બરે જ્યારે શૂટ શરૂ કરાયું ત્યારે નાયગાંવમાં બનેલા અન્ય સેટ પર તેઓ શિફ્ટ થયા હતા.

શોમાં ‘સિમસિમ’ના પાત્રમાં જાેવા મળી રહેલી સયંતની ઘોષે કહ્યું હતું કે, મૂળ સેટ પર પાછા ફરવું તે સહેજ પણ સરળ નહોતું પરંતુ જરૂરયિતાને ધ્યાનમાં રાખી મેકર્સે ર્નિણય લેવો પડ્યો. એક્ટ્રેસે કહ્યું હતું ‘પ્રામાણિકતાથી કહું તો, હું તૈયાર નહોતી.

અમે એક દિવસ પહેલા જ અસલી સેટ પર શૂટિંગ શરૂ થઈ રહ્યું હોવાની જાણ થઈ હતી. જે કંઈ થયું તેમાંથી બહાર આવવું સરળ નથી. મનમાં વિરોધાભાસી લાગણીઓ થઈ રહી છે. અમે તુનિષાને મિસ કરી રહ્યા છીએ. હું સમજું છું કે, જૂના સેટ પર પાછા ફરવું જરૂરી હતું કારણે શો પર અસર પડી રહી હતી.

જાે કે, અમારા મેકર્સે શક્ય એટલું વધારે અન્ય સેટ પર રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે સીનમાં આ સેટની જરૂર છે. તે લોકેશનમાં અમારે ઘણું સમાધાન કરીને કામ કરવું પડતું હતું.

તુનિષા અને શીઝાન ખાન (શોનો લીડ એક્ટર, જે હાલ દુષ્પ્રેરણા આપવાના ગુનામાં જેલમાં બંધ છે) દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલા મેકઅપ રૂમને કોર્ડન કરવામાં આવ્યો છે.

સયંતનીએ કહ્યું હતું ‘પ્રોડક્શન હાઉસ અમને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે શક્ય એટલા પગલા લઈ રહ્યું છું. તેમણે સેટને વ્હાઈટ કલરથી રંગી દીધો છે, વધુ લાઈટ્‌સ લગાવી છે તેમજ મોટા પેઈન્ટિંગ્સ પણ લગાવ્યા છે.

રવિવારે સેટ ખોલવામાં આવ્યો હતો અને પૂજા પણ કરાઈ હતી. મૂળ સેટ પર પાછા ફરવાનું જેટલું મુશ્કેલ હતું તેનાથી વધારે કપરું મેકઅપ રૂમમાં જવાનું હતું. એક્ટ્રેસે કહ્યું હતું ‘તુનિષા સાથે ઘણી યાદો જાેડાયેલી છે, તે મને મળવા મારા રૂમમાં આવતી હતી અને મને ભેટતી હતી.

મારા મેક-અપ રૂમમાં એક સુંદર દિવાલ છે, જેની પાસે તુનિષા અને મેં એક રીલ બનાવવાનું નક્કી કર્યું હતું. જે દુર્ભાગ્યરીતે ક્યારેય નહીં થાય. આ નાની-નાની વાતો મારા મગજમાં આવી રહી છે’. તેણે ઉમેર્યું હતું કે ‘મગજમાં અત્યારે ઘણા વિચારો ચાલી રહ્યા છે.

ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે. બધા કહે છે કે ‘શો મસ્ટ ગો ઓન’. ઘણા લોકો જીવનનિર્વાહ માટે આ શો પર ર્નિભર છે. તેથી, અમે ફરીથી તે સ્મિત ચહેરા પર જાળવી રાખી કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ’.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers