Western Times News

Gujarati News

૪૨ વર્ષની શ્વેતા તિવારીને બેશરમનો રંગ ચઢ્યો

મુંબઈ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના બેશરમ રંગ ગીતે આ દિવસોમાં લોકોના દિલ જીતી લીધા છે. બન્ને અભિનેતાઓના ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

તો બીજી તરફ એટલું જ નહીં બોલિવૂડ અને ટીવીના ઘણા સ્ટાર્સ પણ બેશરમ રંગને ખુબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ગીત પર ડાન્સ કરતા વીડિયો શેર કરે છે.

ત્યારે હવે ૪૨ વર્ષની ટીવીની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી પણ બેશરમ રંગમાં રંગાઇ ગઇ છે અને તેણે તેનો વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શ્વેતા તિવારી બાથરોબ પહેરીને બેશરમ રંગ પર ડાન્સ કરતી જાેવા મળે છે. વીડિયોમાં તે સફેદ રંગના બાથરોબમાં જાેવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

વીડિયોમાં શ્વેતા તિવારી ડાન્સ કરતી વખતે તેના બાથરૂમમાં જાય છે અને પછી કપડાં પહેરીને આવે છે. આ વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે સ્પેશિયલ કેપ્શન પણ લખ્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું કે ‘હું આ રીતે તૈયાર થઈ જાઉં છું.. જ્યારે તેઓ મને ૧૦૦૦ વાર પૂછે છે કે તમે કેટલા સમય સુધી તૈયાર થાવ છો?’ શ્વેતા તિવારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

અભિનેત્રીના ચાહકો સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. એક ચાહકે તેની કોમેન્ટમાં લખ્યું કે ‘હું એક શરત સાથે કહી શકું છું કે તે દીપિકાનું સ્થાન લઈ શકો છો.’ બીજાએ લખ્યું કે ‘તમારા કારણે તમારી દીકરીના ફોલોઅર્સ નથી વધી રહ્યા.’ આ સિવાય બીજા ઘણા ફેન્સે પણ કોમેન્ટ કરી છે. પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાની બિકિનીના કલરને લઇને વિવાદ છેડાયેલો છે.

ગીતમાં દીપિકા પાદુકોણ કેસરી રંગની બિકીની પહેરી હોવાથી વિવાદ થઈ રહ્યો છે. દીપિકા પાદુકોણના બેશરમ રંગ ગીતનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર થયો છે. આ વિવાદમાં ઘણા રાજકીય નેતાઓએ પણ ઝંપલાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.