મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના ૬૪ માં જન્મદિવસ અવસરે રાજભવન ખાતે પ્રત્યક્ષ મળીને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીના સ્વસ્થ-તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુની મંગલ કામનાઓ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.