Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઉલ્ટા ચશ્માની બબીતાજીનું મુંબઇમાં છે આલિશાન ઘર

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની અદાઓથી ઘાયલ કરનારી બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા મુંબઇમાં આલિશાન, લગ્ઝુરિયસ અને ખૂબસૂરત એપાર્ટમેન્ટમાં રહે છે. મુનમુન દત્તાએ ટીવીમાં વર્ષોની સખત મહેનત બાદ વર્ષ ૨૦૨૧માં પોતાનું નવું ઘર ખરીદ્યુ હતું, જેને એક્ટ્રેસે પોતાના હાથે સજાવ્યું છે.

મુનમુન ઘણીવાર પોતાના સુંદર ઘરની ઝલક શેર કરતી રહે છે. એક્ટ્રેસનું ઘર અંદરથી એકદમ ક્લાસી લાગે છે. મુનમુન દત્તાએ પોતાના ઘરની થીમ વ્હાઇટ રાખી છે. દિવાલથી લઇને ફ્લોર અને પડદા બધુ જ વ્હાઇટ થીમ પર આધારિત છે. મુનમુન દત્તાનો લિવિંગ રૂમ લાઇટ ગ્રે શેડમાં છે. એક્ટ્રેસના ઘરની દિવાલો પરના સુંદર ફોટોઝ જાેઈને લાગે છે કે તેને તે ખૂબ જ પસંદ છે.

આ સિવાય તેણે પોતાના લિવિંગ રૂમને સ્ટાઇલિશ ઝુમ્મર અને આર્ટ પીસથી સુંદર બનાવ્યો છે. લિવિંગ રૂમ પાસે જ તેનો ડાઇનિંગ એરિયા પણ છે. ટેબલ અને ખુરશીઓને મુનમુને ગોલ્ડન અને વ્હાઇટ કલરમાં રાખ્યા છે, જે તેના ઘરની થીમને મેચ કરી રહ્યાં છે.

મુનમુન દત્તાના ઘરમાં એક પણ ખૂણો એવો નથી, જ્યાં તેણે ગ્લેમરસ ફોટોશૂટ ન કરાવ્યું હોય. મુનમુન દત્તાની બાલકની પણ એકદમ સ્પેશિયસ છે. એક્ટ્રેસની બાલકની લિવિંગ રૂમથી અટેચ છે, જ્યાંથી બહારનો સુંદર નજારો જાેઇ શકાય છે.

એકવાર મુનમુન દત્તાએ પોતાના ફેન્સને એક વીડિયો દ્વારા તેના ઘરની ઝલક બતાવી હતી અને મુનમુને તેના વિશે સંપૂર્ણ માહિતી પણ આપી હતી. મુનમુને તેના ઘરના ફર્નિચરને સ્પેશિયલ રીતે કસ્ટમાઇઝ કર્યું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers