Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તારક મહેતામાં પરત આવી રહી છે ટપ્પૂની મમ્મી

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ફેન્સના દિલોમાં પોતાનું ખાસ સ્થાન બનાવી ચુક્યો છે. આ શૉની ફેન ફોલોઇંગ ખૂબ જ વધતી જઇ રહી છે. હાલમાં જ શૉમાં બતાવવામાં આવ્યું કે ઘણા સમય બાદ બાઘાને પોતાનો ખોવાયેલો પ્રેમ પરત મળી રહ્યો છે.

આ જ સાથે એક્ટ્રેસ નવીના વાડેકરે બાવરીના પાત્ર સાથે તારક મહેતામાં પોતાની નવી શરૂઆત કરી છે અને દયાબેન એટલે કે દિશા વાકાણીએ તેનું શૉમાં સ્વાગત કર્યુ છે. જાણવા મળી રહ્યું છે કે દિશા પણ આ શૉમાં પરત ફરી શકે છે.

આ શૉ ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉના મેકર્સે શૉમાં અનેક બદલાવ કર્યા છે. ઘણા કિરદાર શૉ છોડીને ચાલ્યા ગયા તો કેટલાંકે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેવામાં સીરિયલમાં ઘણા સમયથી ગાયબ એવી બાવરીને શૉના મેકર્સ પરત લઇને આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે નવીના વાડેકરે બાવરીના કિરદાર માટે શુટિંગ શરૂ કરી દીધું છે. આ વાત જ્યારે દયાબેન એટલે કે દિશા વાકાણી સુધી પહોંચી તો તે ખુશ થઇ ગઇ અને તેણે પોતાની આ ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી.

દિશા વાકાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવીના વાડેકરની તસવીર શેર કરતા તેને શૉમાં નવી શરૂઆત માટે શુભેચ્છા પાઠવી છે. દિશા તરફથી ઘણા સમય બાદ શૉને લઇને કોઇ રિએક્શન આપવામાં આવ્યું છે તેવામાં ફેન્સ એક્સાઇટેડ છે. તેવામાં હવે ફેન્સને આશા છે કે દિશા પણ એક દિવસ તારક મહેતા શોમાં પરત ફરવાની છે અને શોમાં ‘ટપ્પુ કે પાપા’ કહેતી જાેવા મળશે.

ગયા વર્ષે જ દિશાની શોમાં વાપસી અંગે અસિત મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેને લાવવાના પ્રયાસો ચાલુ છે. હવે તાજેતરમાં શોની ઘટતી ટીઆરપી પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તારક મહેતાના વિખરાયેલી કડીઓને ફરીથી જાેડવી પડશે અને શો છોડી ગયેલા પાત્રોને પાછા લાવવા પડશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers