Western Times News

Gujarati News

સીઝનની સૌથી વધુ ઠંડી આ અઠવાડિયામાં પડશે

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્‌યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન ૯.૩ ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ ૫.૪ તાપમાન નોંધાયું હતું.

કાતિલ ઠંડીમાં આજે પણ આખું ગુજરાત ઠુંઠવાયું છે. હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા છે. ૮થી ૯ ડિગ્રી તાપમાન સાથે આજે કોલ્ડવેવની પણ આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.૨૫, ૨૬ અને ૨૭ એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી આગામી ૫ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જાેર યથાવત રહેશે.

રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ ૨થી ૩ ડીગ્રી તાપમાનમાં ઘટશે. પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થશે અને આગામી ૩ દિવસ વાતાવરણ સૂંકુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

હાલ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે બરફવર્ષાના કારણે ઠંડીનો પારો માઈનસમાં છે. ત્યારે ચમોલીમાં સતત બરફવર્ષાના કારણે વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ઔલીમાં ચારે તરફ માત્રને માત્ર બરફ જ દેખાઈ રહ્યો છે. જાણે ઔલી તો ચાંદીની જેમ ચમકી રહ્યુ છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો પણ ઔલી તરફ વધવા લાગ્યો છે.

અહીં પહાડો તો ઠીક રસ્તાઓ ઉપર પણ બરફ હોવાથી પ્રવાસીઓની ગાડીઓ સ્લીપ થઈ રહી છે. તો સતત બરફ વર્ષાના કારણે જાેશીમઠ ઔલી માર્ગને બંધ કરવાની પણ ફરજ પડી, કારણ કે આ રસ્તા ૩ ફૂટ સુધી બરફ જામી જતાં રસ્તાઓ બંધ કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.