Western Times News

Gujarati News

સામાન્ય વાતમાં મારામારી પર ઉતરી આવતા અસામાજીક તત્વો

પ્રતિકાત્મક

રાજેન્દ્રનગર ચોકડી પાસે પોલીસ ચોકી છતાં વારંવાર કથળતી કાયદો વ્યવસ્થા

બાયડ, હિમતનગર-શામળાજી હાઈવે પર કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવા માટે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તાબા હેઠળ પોલીસ ચોકી શરૂ કરવામાં આવી હોવા છતાં વારંવાર અસામાજીક તત્વો મારામારી પર ઉતરીઆવતા હોવાથી સ્થાનીક વેપારીઓમાં ભયનો માહોલ છે.

તાજેતરરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં એક જુથના સમર્થકો વાહનો ભરીને ચોકડી ઉપર ઉતરી આવ્યા હતા અને મારો-કાપોના હલ્લાબોલના કારણે તંગદીલીનો માહોલ બે દિવસથી ઉભો થયો હતો પંરતુ સ્થાનીક આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડયો પરંતુ ગમે ત્યારે ચોકડી ઉપર ભડકો થવાની દહેશત છે.

રાજેન્દ્રનગર હાઈવે ચોકડી પર કોલેજ આવેલી હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય યુવક-યુવતીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. જયારે નેશનલ હાઈવેના કારણે સવારથી મોડી રાત સુધી વાહનોની અવરજવર રહેતી હોય છે. હમણાંથી રાજેન્દ્રનગર ચોકડી વિસ્તારામં ધંધા-રોજગારોમાં વિકાસ સ્પષ્ટ દેખાય છે.

પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી તળીયે પહોચી છે. હાઈવે ચોકડી પર મોડાસા ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ ચોકી શરૂ કરવામાં આવી છે. પરંતુ અસામાજીક તત્વોને પોલીસનો જરાય ડર રહયો નથી. સામાન્ય વાતમાં હિંસક મારામારીના બનાવો કાયમી બની ગયા છે.

બે દિવસ પૂર્વે યુવાનોના બે જૂથમાં મોબાઈલમાં મુકાયેલા સ્ટેટસમાં કોમેન્ટ કરવા મુદે સ્થિતી વણસી હતી અને એક જુથે યુવાનને ફટકારતાં મામલો તંગ બની ગયો. જે તે સમયે ધમાલ શાંત થઈ પરંતુ બીજા દિવસે મારામારીનો બદલો લેવા માટે અનેક જુથનો ઈસમો વાહનો ભરી ભરીને રાજેન્દ્રનગર ચોકડી પર ધસી આવ્યા હતા.

અને મામલો બીચકાવતાં સ્થાનીક વેપારીઓ ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા. પોલીસ ચોકી સામે કાયદો વ્યવસ્થાની સ્થિતીના ટોળાએ ધજાગરા ઉડાવ્યા હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જાેતી રહી હતી. જાે સ્થાનીક આગેવાનોએ સ્થિતિ પારખી મધ્યસ્થી ન કરી હોત તો હાઈવે ચોકડી પર લોહીયાળ ધિંગાણું સર્જાવાની સ્થિતી ઉભી થઈ હતી.

વારંવાર મુસાફરો અને કોલેજીયન છાત્રોથી ધમધમતી હાઈવે ચોકડી ઉપર આ પ્રકારે મારામારી બનાવો બની રહયા છે. છતાં પોલીસ દ્વારા અસામાજીક ત્વોમાં કાયદાનો ડર પેદા થાય તેવા કોઈ પ્રયાસ થયા નથી જેના કારણે સામાન્ય વાતમાં પણ ટોળાં શાંતિને જાેખમમાં મુકી દેતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.