Western Times News

Gujarati News

મોચી સમાજના સમૂહ લગ્નમાં અકસ્માત સુરક્ષા માટે કન્યાદાનમાં હેલ્મેટ અપાયા

(માહિતી) વડોદરા, સંત શીરોમણી શ્રી લાલાબાપા અને અનાદી મહામુક્ત શ્રી જાગાસ્વામીની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૫.૨.૨૦૨૩, રવિવારના રોજ “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” સ્ઈઝ્ર્‌ફ દ્વારા સમાજના દીકરા-દીકરીઓ માટે “સમૂહલગ્ન સમારોહ”, “પસંદગી મેળા” અને “બલ્ડ ડોનેશન કેમ્પ” નું ખુબ જ સુંદર આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજીત ૫૦૦૦ થી વધુ મહેમાનો પધાર્યા હતા.

“સમુહલગ્ન” નું પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લગ્નમાં ભાગ લેનાર દંપતીઓને કન્યાદાનમાં આશરે ૨૦૦ થી પણ વધુ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાનમાં વાહન ચલાવતી વખતે સેફટીને ધ્યાનમાં રાખીને “હેલ્મેટ” પણ આપવામાં આવ્યું છે. “સમુહલગ્ન” જરૂરિયાતમંદોના પરિવાર ઉપર લગ્નનો ખર્ચો ઓછો કરી શકે તે હેતુથી ખુબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. “સમૂહલગ્ન” માં લગ્ન કરનાર દીકરા-દીકરીઓને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોકલેલ “શુભેચ્છા પત્ર” આપવામાં આવ્યો હતો.

“પસંદગી મેળા” નું પણ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પસંદગી મેળા માં પણ ઘણાં દીકરા-દીકરીઓ અને તેમના પરિવારના સભ્યો પધાર્યા હતા. પસંદગી મેળા માં કુલ ૧૨૨૫ દીકરા-દીકરીઓએ ફોર્મ ભરેલ છે. તે બાયોડેટા સાથેની બુકનું વિમોચન પ્રખ્યાત ફિલ્મ લેખક શ્રી કેશવભાઈ રાઠોડના હસ્તે તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત ફિલ્મ લેખક શ્રી કેશવભાઈ રાઠોડ, રાજકોટના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી ઉમેશભાઈ વાળા તેમજ બહાર ગામથી આવેલ સંસ્થાના પ્રમુખશ્રી તેમજ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું.

“બલ્ડ ડોનેશન કેમ્પ” નું પણ ખુબ સુંદર આયોજન આ જ દિવસે કરવામાં આવ્યું છે. જેમાં સમાજના ઘણા બધા પરિવારોના સભ્યો બલ્ડ ડોનેશનમાં ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમોમાં માં “અંગદાન” અંગે સમાજમાં જાગૃતિ ફેલાય તે અંગેના કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સમાજના દરેક પરિવારોને જાણકારી પ્રાપ્ત થાય અને અંગદાન કરવા માટે પ્રેરણા મળી હતી.

કાર્યક્રમોમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી રમેશભાઈ મકવાણા, ખજાનચી શ્રી દિલીપભાઈ સોદાગર અને કમિટી સભ્યોશ્રીઓ તેમજ આજીવન સભ્યો એ જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.