Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

‘ઉડ ચલો’ એ 32 AIT વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ્સની જાહેરાત કરી

OBC EBC DNT Scholarship

અગ્રણી કન્ઝ્યુમર-ટેક સ્ટાર્ટ-અપ ‘ઉડ ચલો’ આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (AIT) ના 32 વિદ્યાર્થીઓનાં શિક્ષણને સહયોગ આપશે, ભારતનાં ભાવિને આકાર આપવાની પહેલ

પૂણે, અગ્રણી કન્ઝ્યુમર-ટેક સ્ટાર્ટ-અપ કંપની ઉડ ચલો ભારતનાં સંરક્ષણ દળો અને તેમનાં આશ્રિતો માટે વિશેષ રીતે કામ કરે છે. ઉડ ચલોએ 1 ફેબ્રુઆરીનાં રોજ આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (AIT)ના 32 વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ્સની  જાહેરાત કરી હતી.

આ પ્રસંગે જનરલ મનોજ પાંડે, PVSM, AVSM, VSM, ADC, લશ્કરી દળોના વડા (COAS) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વિતરણ કર્યું હતું. રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકાને વધુ મજબૂત બનાવતા ઉડ ચલો લાયક વિદ્યાર્થીઓ માટે તકોનું સર્જન કરી રહી છે.

ઉડ ચલોએ વર્ષ 2018થી પૂણેમાં AIT સાથે જોડાણ કરેલું છે. આ સ્કોલરશિપ દ્વારા દર વર્ષે 32 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની ગુણવત્તાનાં આધારે ઉચ્ચ શિક્ષણ મેળવવાની તકો પૂરી પાડવામાં આવે છે.

આ સ્કોલરશિપ સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ માટે મદદરૂપ છે. AIT વહીવટી તંત્રની ભાગીદારીમાં ઉડ ચલો આ સ્કોલરશિપ માટે લાયક વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. AIT સ્કોલરશિપ વિદ્યાર્થીઓને તેમનાં પ્રારંભિક શિક્ષણથી જ દેશનાં સંરક્ષણ માટે મજબૂત કવચ બનીને દેશ સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ઉડ ચલોના સ્થાપક અને સીઇઓ રવિ કુમારે જણાવ્યું હતું કે, “અમે નોંધ્યું છે કે AIT જેવાં અમારા સહયોગીઓ શ્રેષ્ઠ સંરક્ષણ કર્મચારીઓ તૈયાર કરવા ઇન્ક્યુબેટર તરીકે કામ કરે છે અને વિકલ્પ કેન્દ્રી એનાલિટિકલ એપ્રોચ વિક્સાવવાની હાથ વગી તાલીમ પૂરી પાડે છે. આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને માનવતાનાં નક્કર મૂલ્યો વિક્સાવવા અને ભવિષ્યમાં દેશ માટે મજબૂત કવચ બનવા મનોબળ અને પ્રેરણા પૂરી પાડે છે.”

“સૈનિકોનું જીવન સરળ બનાવવાના” હેતુ માટે પ્રતિબધ્ધ ઉડ ચલોની AIT સ્કોલરશિપ્સ સશસ્ત્ર દળોને બ્રાન્ડનાં સમર્થનનું પ્રમાણ છે. આ ઉપરાંત, ઉડ ચલોએ તાજેતરમાં સીડ સ્પાર્કના પાંચ મહિનાના ઓનલાઇન આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ સાથે જોડાણ કર્યું છે.

આ વિવિધ પહેલો દ્વારા ઉડ ચલો જવાનોની કારકિર્દીથી માંડીને તેમની નિવૃત્તિ અને તે પછી પણ તેમનાં જીવનમાં મદદરૂપ બને છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers