Western Times News

Gujarati News

એર ઇન્ડિયા ગ્રૂપનાં વિસ્તરણથી નેટવર્કનાં મહત્તમ ઉપયોગ કરવા તરફ આગેકૂચ

પ્રતિકાત્મક

ફ્લાઇટના સુવિધાજનક વિકલ્પો સાથે નેટવર્ક મજબૂત થયું

નવી દિલ્હી, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ નવેમ્બર, 2022માં એર એશિયા ઇન્ડિયાનું સંપૂર્ણ સબસિડિયરાઇઝેશન પૂર્ણ કર્યા પછી એના નેટવર્કને મહત્તમ કરવાની દિશામાં લેટેસ્ટ પગલાંની જાહેરાત કરી હતી.

હાલ ચાલુ તબક્કામાં ત્રણ સ્ટેશનો – ભુવનેશ્વર (BBI), બાગડોગરા (IXB) અને સુરત (STV) –ને હવે એર ઇન્ડિયાને બદલે એર એશિયા ઇન્ડિયા દ્વારા સેવા મળશે. દિલ્હી-વિશાખાપટનમ અને મુંબઈ-લખનૌ એક્સક્લૂઝિવ રીતે એર ઇન્ડિયા દ્વારા ઓપરેટ થશે. તમામ કેસમાં ફ્લાઇટ ફ્રીક્વન્સી એકસમાન જળવાઈ રહેશે.

ઉપરાંત એર ઇન્ડિયા દિલ્હી અને/અથવા મુંબઈમાંથી અમદાવાદ (AMD), કોચિન (COK), ત્રિવેન્દ્રમ (TRV), વિશાખાપટનમ (VTZ) અને નાગપુર (NAG) સુધી જોડાણ વધારશે, જેથી બે મેટ્રોમાંથી કાર્યરત લાંબા અંતરની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સાથે સરળ, ટૂ-વે ડોમેસ્ટિક-ઇન્ટરનેશલ-કનેક્ટિવિટી સક્ષમ બનશે. એર ઇન્ડિયા દિલ્હી અને ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગાલુરુ તથા મુંબઈથી ચેન્નાઈ, કોલકાતા અને બેંગાલુરુ વચ્ચે ફ્રીક્વન્સી પણ વધારશે.

આ વિસ્તરણ પર એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી શ્રી કેમ્બેલ વિલ્સને કહ્યું હતું કે, “એર ઇન્ડિયાના હાલ ચાલુ પુનર્ગઠન અને વિસ્તરણ સાથે સંયુક્તપણે એર એશિયા ઇન્ડિયાનું એક્વિઝિશન ગ્રૂપના ફ્લાઇટ નેટવર્કને મહત્તમ કરવાની અસાધારણ તક પૂરી પાડે છે.

ખાસ કરીને આ અમને સૌથી વધુ ઉચિત એરલાઇન બિઝનેસ મોડલ સાથે રુટની શ્રેષ્ઠ સુસંગતતાની, મેટ્રો-મેટ્રો બજારો પર ફૂલ-સર્વિસ અને વધારે જોડાણ ધરાવતા રુટ પર એરલાઇન સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમજ વધારે સુવિધાલક્ષી કે કિંમત સંવેદનશીલ બજારો પર ઓછા ખર્ચ એરલાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સુવિધા પૂરી પાડે છે.

આનાથી કોર્પોરેટ પ્રવાસીઓ અને લેઇઝર પ્રવાસીઓ એમ બંને વચ્ચે અમારી એરલાઇનની આકર્ષકતા વધશે તેમજ ચાવીરૂપ સ્થાનિક શહેરો વચ્ચે જોડાણ વધશે અને એર ઇન્ડિયાનાં આંતરરાષ્ટ્રીય નેટવર્કનું ઝડપથી વિસ્તરણ થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.