Western Times News

Gujarati News

રાહત સામગ્રી ભરેલા ભારતીય વિમાનને એરસ્પેસનો ઉપયોગ કરવા દેવા પાક.નો ઈનકાર

નવી દિલ્હી,  હાલ તૂર્કી ભૂકંપ જેવી મોટી મુસીબતોનો સામનો કરી રહ્યું છે. તૂર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે હજારો લોકોના મોત નિપજ્યા છે, તો હજારો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. એટલું જ નહીં એક જ દિવસમાં આવેલા ૩ ભૂકંપના કારણે સંખ્યાબંધ ઈમારતો પણ ધ્વસ્ત થઈ છે. આ ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન તૂર્કીને મદદ કરવા માટે ભારત સહિત વિશ્વભરના દેશો આગળ આવ્યા છે, જાેકે આ દુઃખ ઘટનામાં પણ પાકિસ્તાનની ‘ગંદી હરકતો’ સામે આવી છે. પોતાને તૂર્કીનો સૌથી મોટો મિત્ર કહેનાર પાકિસ્તાને રાહત સામગ્રી ભરેલા ભારતીય વિમાનને તેના એર સ્પેસનો ઉપયોગ કરવાની ઈનકાર કરી દીધો છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ વીઓનની વેબસાઈટને ટાંકીને જણાવાયું છે કે, પાકિસ્તાને રાહત સામગ્રી લઈને તુર્કી જઈ રહેલા ભારતીય વિમાનને એર સ્પેસ આપવાનો ઈન્કાર કરી દીધો છે.

ફર્સ્ટ પોસ્ટના અહેવાલો મુજબ, પાકિસ્તાન દ્વારા પોતાના એર સ્પેસનો ઉપયોગનો ઈન્કાર કરાતા ભારતીય વિમાને લાંબો રૂટનો સહારો લેવો પડ્યો, જેના કારણે કટોકટીના સમયે તૂર્કી સુધી મદદ પહોંચાડવામાં મોડું થયું. અગાઉ તૂર્કીમાં ભૂકંપ આવ્યાના થોડાં જ સમયમાં ભારત દ્વારા મદદ કરવાની જાહેરાત કરાતા ભારતમાં તૂર્કીના એમ્બેસેડર ફિરત સુનેલે આભાર વ્યક્ત કર્યો હતો. તૂર્કીના રાજદૂતે ભારતને મિત્ર કહેતા કહ્યું કે, જે સમય પર કામમાં આવે તે જ મિત્ર છે.

ભારતમાં તૂર્કીના રાજદૂત ફિરત સુનેલે ટિ્‌વટ કરી કહ્યું કે, તૂર્કી અને હિન્દીમાં દોસ્ત કોમન શબ્દ છે… અમારી એક તૂર્કી કહેવત છે. દોસ્ત કરા ગુંડે બેલી ઓલુર (જરૂરીયાત સમયે કામમાં આવનાર દોસ્ત જ સાચો મિત્ર હોય છે) તમારો ખુબ-ખુબ આભાર. ગાઝિયાબાદમાં હિંડન એરબેઝથી તૂર્કી પહોંચેલી એનડીઆરએફની પ્રથમ ટીમમાં ૫૧ લોકો સામેલ છે. એનડીઆરએફના અધિકારી અતુલ કરવાલે જણાવ્યું કે, એનડીઆરએફની પ્રથમ ટીમ ૫૧ લોકો સાથે તૂર્કી જવા રવાના થઈ છે. આમાં ૫ મહિલા કર્મચારી પણ સામેલ છે. અમે વાહનો પણ મોકલ્યા છે. બીજી ટીમમાં ૫૦ લોકો છે. એનડીઆરએફના એક ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફને પણ તૂર્કી મોકલાયા છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.