Western Times News

Gujarati News

સુપ્રીમકોર્ટને બંધારણે સર્વોચ્ચ સત્તા આપી છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવી છે આથી આખરે કેન્દ્ર સરકારે કોલેજીયમની ભલામણ માન્ય રાખી સુપ્રીમકોર્ટમાં પાંચ ન્યાયાધીશોની નિયુક્તિ કરી!!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબા ડાબી બાજુની ઇન્સેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજયભાઈ વાય ચંદ્રચૂડની છે તેમણે એક કેસમાં ટકોર કરી હતી કે “સુપ્રીમ કોર્ટ માટે કોઈ કેસ નાનો નથી કોઈ મોટો નથી, જાે અમે નાગરિકોનો ના અંગત સ્વાતંત્ર્યની રક્ષા ન ફ કરી શકીએ તો અમે અહીં શા માટે બેઠા છીએ”!!

ભારતની સુપ્રીમકોર્ટ એ સુપ્રીમ સત્તા છે જે તેને દેશના ‘પવિત્ર ગ્રંથ’ બંધારણે આપી છે! તેના પર સરકાર કે ખાનગી સંસ્થા કે સામાજિક સંસ્થાઓ પણ દેશની અદાલતની સત્તા સામે સવાલ ના ઉઠાવી શકે! કાયદો ઘડે! કાયદાનો અમલ કરાવે! એ જ કાયદાનું અર્થઘટન કરી વ્યક્તિને સજા કરે તો આ ધરતી પરથી ન્યાય ખતમ થઈ જાય!!

તસવીર રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી પંકજ મીથલ, પટના હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કોરલ, મણીપુર હાઇકોર્ટ ના પી.વી.સંજય કુમાર, પટણા હાઇકોર્ટના ન્યાયાધીશ અહસુદ્દીન અમતુંલ્લા અને અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ મનોજ મિશ્રાની છે જેમની સુપ્રીમકોર્ટના ન્યાયાધીશો તરીકે આખરે નિયુક્ત થઈ છે! વકીલો જે પોતાના અસીલ માટે ન્યાય ઈચ્છે છે એમની પણ એટલી જ જવાબદારી છે કે ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર રહીને પોતાની બંધારણીય ફરક બજાવે! (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ સહાયક ગઝાલા શેખ)

જસ્ટીસ એસ.કે કોલ અને જસ્ટીસ એ.એસ.ઓકા એ કહેવું પડ્યું કે “કોલેજીયમ દ્વારા જે નામો મોકલવામાં આવેલા છે જે મંજૂર કરવામાં મોડું થઈ રહ્યું છે એ અત્યંત ગંભીર બાબત છે

અમેરિકાની સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ફેક્ટરે કહ્યું છે કે “સર્વોપરી અદાલત એ બંધારણ છે” જ્યારે ભારતના ન્યાયમૂર્તિ સિક્રીએ કહ્યું છે કે “બંધારણના ‘આમુખ’ નો વિધાનતન્ત્રી ઇતિહાસ જ તેની અગત્યની વાજબી ઠરાવે છે આમુખ બંધારણનો જ અંતર્ગત ભાગ હતું એટલું જ નહીં તે અત્યંત અગત્યનું હતું

બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જાેઈએ”!! ભારતના બંધારણની રચના ભારતની જનતાએ ચુટેલા ૨૯૬ બંધારણ સભાના સભ્યોએ કરી છે અને એ બંધારણ સભાના સભ્યોએ દેશના બંધારણને ઘડી કાઢીને જનતાએ પોતાની જાતને સમર્પિત કરી છે!

અને આ જ બંધારણને ભારતની સુપ્રીમકોર્ટને અદાલતી સમીક્ષા કરવાની સત્તા આપી છે! અને ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવાની સત્તા આપી છે ત્યારે દેશના કાયદા મંત્રી શ્રી કિરણ રીજ્જુ ભારતની સુપ્રીમકોર્ટ વિરુદ્ધ રોજરોજ કેમ નિવેદન કરે છે?! દેશના બુદ્ધિજીલો નિષ્પક્ષ રીતે અને ન્યાયતંત્રના સ્વતંત્રની રક્ષા માટે વિચારે છે ખરા?!

ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી એસ.કે કોલ અને જસ્ટીસ એ.એસ.ઓકા એ કહેવું પડ્યું કે પગલાં લેવા મજબૂર ના કરો જે તમને સારા ન લાગે! ત્યારબાદ કેન્દ્ર સરકારે પાંચ ન્યાયાધીશોની નિયુક્તિ કરી મંજૂરી આપી!

ભારતની સુપ્રીમકોર્ટની રચના બંધારણે જ કરીને ન્યાયતંત્રને લોકોના અધિકારની રક્ષા કરવાના અને નિદર્શા પૂર્વક ન્યાય ધર્મ અદા કરવાની સત્તા આપી છે માટે આ બંધારણીય આદર્શને જાળવી રાખવા ન્યાયાધીશોને નિયુક્તિમાં સરકારનો હસ્તક્ષેપ ના હોવો જાેઈએ!

અને તેથી ભારતની સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સહિત પાંચ સિનિયર ન્યાયાધીશોની કોલેજીયમ પ્રથા દેશમાં ઘણા સમયથી અમલમાં છે એ દરેક સરકારોને લગભગ ખટકતી રહી છે પરિણામે ભારતની સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે ન્યાયાધીશોની નિયુક્તિમાં હસ્તક્ષેપ કરવા સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોનું નાક દબાવવા કેન્દ્રના કાયદા મંત્રી શ્રી કિરણ રીજ્જુ

સતત પ્રયાસ કરતા દેશની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી એસ.કે કોલ અને જસ્ટીસ શ્રી એ.એસ. ઓકાએ અત્યંત ગંભીર ચેતવણી આપતા કહેવું પડ્યું કે સુપ્રીમકોર્ટની કોલેજીયમ જે નામો ન્યાયાધીશો તરીકે પસંદ કરીને મોકલે છે તે મંજૂર કરવામાં અત્યંત વિલંબ થઈ રહ્યો છે!

એ ગંભીર બાબત છે મોડું કરીને અમને એવા પગલાં લેવા મજબૂત ના કરો કે જે તમને સારાના લાગે! આ ટકોર કર્યા બાદ કિરણ રીજ્જુ ની કાયદા વિભાગે સુપ્રીમકોર્ટના પાંચ ન્યાયાધીશ નિયુક્તિ કરવાની જાહેરાત કરી દીધી છે!

ભારતની સુપ્રીમકોર્ટની કોલેજીયમે સિનિયોરિટી અને સક્ષમતા તપાસીને ૨૦૨૨ના વર્ષની ૧૩મી ડિસેમ્બરે સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોના ખાલીપદ ભરવા માટે પાંચ નામો મોકલી આપ્યા હતા જેમાં એક રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટીસ પંકજ મીથલ, પટણા હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સંજયભાઈ કારોલ, મણીપુર હાઇકોર્ટના પી.વી. સંજય કુમાર, પટના હાઇકોર્ટના જસ્ટીસ અહસાનુદ્દીન અમતુંલ્લા, અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ શ્રી મનોજભાઈ મિશ્રા ની નિયુક્તિ કરવા ભલામણ કરી હતી

જે આખરે કેન્દ્ર સરકારે અટકાવી રાખી હતી પરંતુ આખરે તે નામો મંજૂર કરી દેવાતા હવે સુપ્રીમ કોર્ટમાં ૩૪ માંથી ૩૨ જગ્યા ભરાઈ ગઈ છે અને ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદ કુમારના નામની ભલામણ સુપ્રીમકોર્ટ ની કોલીજીયમે કરી છે નોંધપાત્ર છે જે અત્રે નોંધનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.