Western Times News

Gujarati News

રેમ્પ વૉક કરીને પોતાની બર્થ ડે પાર્ટીમાં આવી નોરા ફતેહી

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાનો ૩૧મો બર્થ ડે દુબઈમાં ઉજવ્યો હતો. નોરા ફતેહીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાનો બર્થ ડે પ્લાન જણાવતાં કહ્યું હતું કે, પહેલીવાર તે પોતાના બધા જ ફ્રેન્ડ્‌સને ભેગા કરીને દુબઈમાં બર્થ ડે ઉજવવાની છે.

દુનિયાના વિવિધ દેશોમાંથી નોરાના ફ્રેન્ડ્‌સ તેનો બર્થ ડે ઉજવવા માટે દુબઈ પહોંચ્યા હતા. નોરાના બર્થ ડે સેલિબ્રેશનના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બર્થ ડે સેલિબ્રેશનનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે બેલી ડાન્સિંગ કરતી જાેવા મળી રહી છે. તેના ફ્રેન્ડસ તેનો ઉત્સાહ વધારતા દેખાઈ રહ્યા છે.

નોરાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “મેં ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો પરંતુ ધ્યાને મારા પર ધ્યાન આપ્યું.” વિડીયોમાં જાેઈ શકાય છે કે નોરા ફતેહી પોતાના ફ્રેન્ડ્‌સ સાથે એક યોટમાં બેઠી છે. નોરાએ બર્થ ડે પર Yacht પાર્ટીનું આયોજન કર્યું હતું. ફ્લોરલ પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટમાં બર્થ ડે ગર્લ નોરા સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો શેર કરવામાં આવ્યા છે. એક વિડીયોમાં નોરા ફતેહી રેડ કાર્પેટ પર ચાલીને આવતી જાેવા મળે છે. ટૂંકું રેમ્પ વૉક કર્યા પછી નોરા સ્ટાઈલિશ અંદાજમાં સીડી ચઢે છે અને પોલ ડાન્સ મૂવ પણ બતાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.