Western Times News

Gujarati News

સુરતમાં મોડી રાત્રે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો

સુરત, રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. સુરતમાં મોડી રાત્રે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે ૧૨.૫૨ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે સુરતથી ૨૭ કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.

ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આવી ભૂકંપના આંચકા ચૂક્યા છે. ત્રણ દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાત્રે ૯ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૦ જણાઈ હતી.

કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૪ કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે ૧ વાગ્યાને ૪૫ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ૩.૦ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૧૯ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું.

૧૧મી જાન્યુઆરીએ સવારે ૧૦.૫૭ વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ૬ ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લામાં ભૂકંપના ભયનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો હતો. સાવરકુંડલા, ખાંભા સહિતના ૧૦ ઉપરાંતના ગામડાઓની ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવતા ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અગાઉ ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી હતી.

ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ૨૦ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.