Western Times News

Gujarati News

ટીવી જાેવા માટે ચેનલ કે સેટ અપ બોક્સ લેવાની જરુર પડશે નહીં

મુંબઈ, જાે આપ ખાલી સમયમાં ટીવી જાેવાનું પસંદ કરો છો, પણ સેટ ટોપ બોક્સનું રિચાર્જ કરવાનું ભૂલી ગયા છે, અથવા તો આપને તો રિચાર્જ કરવાનું પરવડતું નથી, તો આપના માટે ખુશખબર આવી છે. ટૂંક સમયમાં આપને સેટ ટોપ બોક્સથી છુટકારો મળી શકે છે.

માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ૨૦૦થી વધારે ચેનલ સુધી આપવાની માટે ટેલીવિઝન સેટમાં નિર્માણના સમયે જ સેટેલાઈટ ટ્યૂનર લગાવાની કોશિશ થઈ રહી છે. આ ઉપક્રમમાં દર્શકોને દૂરદર્શનની ફ્રી ડિશ વિના કાર્યક્રમ જાેવાની સુવિધા મળશે.

તેમણે કહ્યું કે, ફ્રી ડિશ પર સામાન્ય મનોરંજન ચેનલનો ખૂબ વિસ્તાર થયો છે. જેનાથી કરોડો દર્શકોને આકર્ષિત કરવામા મદદ મળી છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મે મારા વિભાગમાં એક નવી શરુઆત કરી છે. જાે આપ ટેલીવિઝનમાં બિલ્ટ ઈન સેટેલાઈટ ટ્યૂનર છે, તો અલગ સેટ ટોપ બોક્સ રાખવાની જરુરિયાત નથી. રિમોટના એક ક્લિક પર ૨૦૦થી વધારે ચેનલ સુધી પહોંચી શકશો.

જાે કે, મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલામાં હજૂ ર્નિણય લેવાનો બાકી છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ઠાકુર ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્ર લખ્યો હતો કે, ટેલિવિઝન નિર્માતાઓએ ઔદ્યોગિક માપદંડ બ્યૂરો દ્વારા નિર્મિત ઉપગ્રહ ટ્યૂનર માટે માપદંડો અપનાવવાનો નિર્દેશ જાહેર કર્યો છે.

બિલ્ટ ઈન સેટેલાઈટ ટ્યૂનરની સાથે ટેલીવિઝન સેટ કોઈ ઉપર્યુક્ત સ્થાન જેવા કોઈ ભવનની છત અથવા દિવાલ પર એક નાના એન્ટીના લગાવીને ફ્રી ટૂ એર ટેલીવિઝન અને રેડિયો ચેનલની સુવિધા સુધી પહોંચવા સક્ષમ બનાવશે. હાલમાં ટેલીવિઝન દર્શકોને અલગ ચુકવણી આધારિત અને નિશુલ્ક ચેનલ જાેવા માટે એક સેટટોપ બોક્સ ખરીદવું પડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.