Western Times News

Gujarati News

મતવાલીની મનગમતી આકર્ષક અને રંગબેરંગી મોજડીઓ…

લગ્નમાં લગ્ન અને ફંકશનમાં ટ્રેડિશનલ લુક સાથે રંગબેરંગી પરંપરાગત મોજડીઓ પહેરવાનો ટ્રેન્ડ છે. ફંકશનમાં પહેરવામાં આવતા રંગબેરંગી ટ્રેડિનશલ આઉટફિટસ સાથે પહેરવા માટે સુંદર અને આકર્ષક પંજાબી અને રાજસ્થાની સ્ટાઈલની મોજડીઓ સૌથી સારી પસંદગી છે. એના અલગ અલગ સ્ટાઈલિશ વિકલ્પો ઉપલબ્ધ છે.

પંજાબી સ્ટાઈલની મોજડી ઃ આપણે જેટલી મહેનત કપડા પાછળ કરીએ છીએ એટલી જ મહેનત ફૂટવેર પર કરવી જાેઈએ. આ રીતે તમે આકર્ષક લાગશો. તમે ગમે તેટલા ખૂબસુરત કપડાં પહેર્યાં હોય પણ તેની સાથે મેચ થાય તેવા ફૂટવેર ન હોય તે સારા લાગતા નથી. ડિઝાઈનરની પંજાબી સ્ટાઈલની મોજડી લુકને અલગ સ્ટાઈલ આપશે. આઉટફિટ સાથે મેચ કરેલ મોજડીઓ આકર્ષક લાગશે.

મિરરવાળી મોજડી ઃ મિરરવાળી મોજડી શાઈન અને શિમર લુક આપે છે. જાે તમારો ડ્રેસ થોડો સાદો હોય તો એની સાથે મિરરવાળી જાેડીનું કોમ્બિનેશન પરફેકટ સાબિત થાય છે. આ સ્ટાઈલની મોજડી સાદા ડ્રેસને પણ ગ્લેમરસ ટચ આપે છે. આ મિરરવાળી મોજડી સિંગલ કલરના અને ડબલ કલરના એમ બંને પ્રકારના કોમ્બિનેશનમાં મળે છે. સિંગલ રંગના કોમ્બિનેશનમાં ફેબ્રિક અને મિરરવર્ક માટે વપરાયેલા થ્રેડનો રંગ સમાન હોય છે જયારે ડબલ રંગનો કોમ્બિનેશનમાં ફેબ્રિક અને મિરરવર્કના થ્રેડનો રંગ એકબીજા સાથે કોન્ટ્રાસ્ટમાં હોય છે.

થ્રેડવર્કવાળી મોજડી ઃ થ્રેડવર્કવાળી મોજડી સોબર અને સોફટ લુક આપે છે. આ થ્રેડવર્ક રેશમના દોરાથી કરવામાં આવતું હોવાથી એ લાંબા ગાળા સુધી ટકી રહે છે. બ્રાઈટ રંગના થ્રેડથી કરવામાં આવતુ વર્ક વાઈબ્રન્ટ લુક આપે છે. આના કારણે તહેવારોની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી જાય છે. આ થ્રેડવર્કમાં ફુલકારીથી માંડીને અનેક પરંપરાગત ડિઝાઈનના વિકલ્પ ઉપલબ્ધ છે જેની આફટફિટને ધ્યાનમાં રાખીને પસંદગી કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.