Western Times News

Gujarati News

Cheating case : ઓનલાઈન iPhone માટે ડિલીવરી બોયની હત્યા

બેંગાલુરુ, કર્ણાટકના હાસન જિલ્લામાં એક ચોંકાવનારી હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. અહીં એક યુવકે કથિત રીતે એક e-commerce ડિલીવરી બોય પર ચાકુના ઘા ઝીંક્યા હતા અને પછી હત્યા કરી નાખી હતી. હત્યા કરવા પાછળનું કારણ એવું હતું કે તેની પાસે સેકન્ડ હેન્ડ iphone ખરીદવા માટે રુપિયા નહોતા.

આ યુવકે online iphone મોબાઈલનો ઓર્ડર કર્યો હતો. પોલીસે રવિવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરવામાં આવેલા આરોપીએ પીડિતની લાશને ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં એક બોરામાં રાખી હતી.

એ પછી તે લાશને બહાર કાઢવામાં અને સળગાવી દેવામાં સફળ રહ્યો હતો. આ ઘટના ગઈ ૭ ફેબ્રુઆરીના રોજ હસનના અરસીકેરે શહેરમાં બની હતી અને પીડિત તથા આરોપી બંનેનું પહેલું નામ હેમંત હતું.

પોલીસના જણાવ્યા મુજબ, ૨૦ વર્ષીય હેમંત દત્તે તાજેતરમાં જ એક e-commerce portal પરથી સેકન્ડ હેન્ડ આઈફોન માટે ઓર્ડર આપ્યો હતો. જ્યારે હેમંત નાયક દ્વારા આઈફોન તેના ઘરે પહોંચાડવામાં આવ્યો ત્યારે આરોપીએ તેને અંદર રાહ જાેવા માટે કહ્યું હતું.

ડિલીવરી બોયને લાગ્યં કે તે રુપિયા લેવા માટે ગયો હશે. એ પછી આરોપી કથિત રીતે ચાકુ લઈને પરત ફર્યો અને ડિલીવરી બોય પર ઉપરા છાપરી ઘા ઝીંક્યા હતા. જે બાદ ડિલીવરી બોયનું મોત નીપજ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આ ક્રાઈમનો ખુલાસો કર્યો હતો.

CCTVમાં જાણવા મળ્યું કે, આરોપી લાશને પોતાના ટુ વ્હીલર વાહન પર લઈ ગયો હતો. એ સાથે જ તેણે સળગાવવા માટે પેટ્રોલ પણ ખરીદ્યું હતું. પોલીસે જ્યારે આરોપીની કડક પૂછપરછ કરી તો તેણે હત્યાની ઘટના કબૂલી હતી. ત્યારે પોલીસે પણ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.