Western Times News

Gujarati News

AMTSએ 6 વર્ષમાં 16 કરોડના CNG ગેસનું આંધણ કર્યું

બજેટ સત્રમાં સ્માર્ટ સીટી- હેરીટેજ સીટી સામે વિપક્ષ કોંગ્રેસના આકરા પ્રહાર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનીબજેટ બેઠકના બીજા દિવસે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા. AMTS procured CNG gas worth 16 crores in 6 years

બજેટ ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતાએ ટેક્સ બાબતે નાગરિકો સામે કડક કાર્યવાહી કરી અને સીલ કરે છે તો અદાણીનો રૂ. ૧૨ કરોડનો ટેક્સ બાકી છે તો તેમની કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ અદાણી જૂથને સસ્તા ભાવે પ્લોટ આપવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરમાં પ્રદુષિત પાણી, ડ્રેનેજ સમસ્યા મામલે પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં.

સામાન્ય બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અદાણીની ૭ જેટલી કંપનીઓ છે, જે શેરબજારમાં લિસ્ટેડ છે. આ પૈકી વર્ષ ૨૦૦૪માં ગૌતમ અદાણીએ એક કંપની બનાવી હતી, જેનું નામ અદાણી ટોટલ ગેસ લિ. હતું.

પહેલાં આ કંપનીનું નામ અદાણી ગેસ લિમિટેડ હતુ પછી તેને બદલીને ટોટલ શબ્દ ઉમેરાયો હતો તેવું મારું માનવું છે, પણ આ કંપનીનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સાથે દોઢ દાયકા જૂનો નાતો છે. અદાણીએ અદાણી ટોટલ ગેસ લિ. કંપની બનાવી હતી. આ કંપની હાલમાં અમદાવાદ શહેરમાં સીએનજી ગેસનું વેચાણ કરે છે.

આ કંપનીને જ્યારે અમદાવાદ શહેરમાં સીએનજી ગેસનું વેચાણ કરવાનો પરવાનો મળ્યો હતો, તે વખતે અમદાવાદમાં તેઓની પાસે પ્લોટ ન હતો પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એએમટીએસ નામની સંસ્થા તેમના વ્હારે આવી હતી.

અદાણીને ૧૦થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ એએમટીએસ દ્વારા ૧૮ વર્ષ પહેલાં અદાણીને ૧૦થી વધુ પ્રાઇમ લોકેશનના પ્લોટ આપવામાં આવ્યા હતા. જેની પેટે એએમટીએસને રુ.૧૬ કરોડની માતબર રકમ લેવાની નીકળતી હતી. હાલમાં તો આ ૧૦ પ્લોટની કિંમત ૫૦૦ કરોડથી વધુની થતી હશે

પણ તે વખતે આ પ્લોટની કિંમત એએમટીએસના અધિકારીઓએ જાતે જ નક્કી કરી દીધી હતી કેમ કે, તે વખતે જમીન પ્રાઇઝ ફિક્સ કરવાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા ન હતી. એએમટીએસ દ્વારા તબક્કાવાર ૨૦૦૫-૦૬ની આસપાસના ૧૦થી વધુ પ્લોટ અદાણીને આપવામાં આવ્યા હતા, જાેકે

, આ સમય દરમિયાન તેઓએ પૈસા ચૂકવવાની તસ્દી લીધી ન હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના તત્કાલિન ભાજપના શાસકોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો. એએમટીએસની બસોમાં અદાણીના સીએનજી પંપ ઉપર સીએનજી ગેસ પુરાવીને પૈસા વસૂલવાનું નક્કી કરાયું હતુ.

પછી વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨-૨૩ સુધી એએમટીએસની બસોએ અદાણીના સીએનજી પંપ ઉપરથી ગેસ ભરાવ્યો હતો અને ૧૬ કરોડ વસૂલ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં છેલ્લા પ વર્ષ દરમિયાન કેમીકલયુક્ત પાણીથી કોર્પોરેશનને રૂા.પ૦ કરોડનું નુકસાન થયું છે.

કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી નવા પ્લાન્ટ બનાવવામાં આવે છે પરંતુ કેમીકલ યુક્ત પાણીના કારણે મશીનરી પણ ખવાઈ જાય છે અને તંત્રને નુકશાન થાય છે. મ્યુનિ. શાસકો દ્વારા સ્માર્ટ સીટીના નામે જે જાહેરાતો કરવામાં આવે છે તેનાથી માત્ર ચોક્કસ કોન્ટ્રાકટરોને જ ફાયદા થાય છે

ખરા અર્થમાં જાેવામાં આવે તો સ્માર્ટ સીટીના નામે જે પ્રોજેકટો અમલમાં મુકવામાં આવે છે તે પ્રોજેકટ અધુરા પડતા મુકાય છે અને પ્રજાના રૂપિયાનું આંધણ થાય છે. કોંગ્રેસ શહેર પ્રમુખ અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ હેરીટેઝ અંગે રજુઆત કરતા જણાવ્યું હતું કે

જયારે જયારે અમદાવાદમાં કોઈ ડેલીગેશન આવે છે ત્યારે જ હેરીટેઝ વિભાગ તરફથી કામ કરવામાં આવે છે અન્યથા હેરીટેઝ વિભાગની કામગીરી બિલકુલ શુન્ય છે. હેરીટેઝ મિલ્કતોના સ્થાને કોમર્શિયલ પ્રકારના બાંધકામો થઈ ગયા છે તેમ છતાં વિભાગ દ્વારા કોઈ જ કામ કરવામાં આવતા નથી.

મ્યુનિ. કોર્પો. દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રૂા.૩૭૩ કરોડના ખર્ચથી પાણીની પાઈપલાઈનો ખરીદવામાં આવી છે આટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવા છતાં નાગરિકો પીવાલાયક પાણીની સમસ્યા વેઠી રહયા છે તે શરમજનક બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.