Western Times News

Gujarati News

આતંકવાદ મુદ્દે ભારતે UNમાં પાક.ને સંભળાવ્યું

ન્યૂયોર્ક, ૨૩ ફુબ્રુઆરીના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ખૂબ જ રોમાંચકારી અને ઐતિહાસિક દિવસ રહ્યો હતો. ભારત તરફથી અહીં ફરી એક વાર પાકિસ્તાનની હકીકતો ઉજાગર કરવામા્‌ં આવી હતી. ભારતે કહ્યું કે, પાકિસ્તાન આજે પણ આતંકવાદીઓ માટે એક સુરક્ષિત ઠેકાણું છે.

ભારતીય કાઉન્સીલર પ્રતિક માથુરે કહ્યું કે, પાકિસ્તાનના પ્રતિનિધિદળે અનેક તકે ઉલ્લેખ કર્યો છે અને ભારતે રાઈટ ટુ રિપ્લાય હેઠળ તેને જવાબ પણ આપ્યો છે. પ્રતિક માથુરે કહ્યું કે, પાકિસ્તાન એક એવો દેશ છે કે જેણે હંમેશા આતંકીઓને સુરક્ષા આપી છે.

માથુરની આ ટિપ્પણી વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા આતંકવાદ મુદ્દે આપવામાં આવેલા એક નિવેદન બાદ સામે આવી હતી. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને પાકિસાતાન વચ્ચે મૂળભૂત અસહમતિને નજરઅંદાજ કરી શકાય નહીં. તેઓનું કહેવું હતું કે, એક દેશ કે જેનો મૂળ ઉદ્યોગ જ આતંકવાદ છે તે ક્યારેય સમૃદ્ધ બની શકે નહીં.

પ્રતિક માથુરે કહ્યું કે, બે દિવસ સુધી વિચાર વિમર્શ કર્યા બાદ યુએનના સભ્યો કે જે અહીં હાજર છે, તેઓએ નક્કી કર્યું છે કે, શાંતિનો રસ્તો માત્ર ત્યારે જ સંભવ છે કે જ્યારે અંસતોષ અને અસહમતિનો ઉકેલ આવે. તેઓએ પાકિસ્તાનની બિજરુરી ઉશ્કેરણી પ્રત્યે અફસોસ વ્યક્ત કર્યો હતો.

પ્રતિક માથુરના શબ્દોમાં, હું આ મંચ પરથી એ જ કહીશ કે ભારત આ વખતે પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ નહીં આપે એવો ર્નિણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાની પ્રતિનિધિદળને અમારી માત્ર એટલી જ સલાહ છે કે જે રીતે અમે રાઈટ ટુ રિપ્લાનો ઉપયોગ પહેલાં પણ કર્યો હતો, તે પણ આનો પ્રયોગ કરી શકે છે.

વર્ષ ૨૦૨૧-૨૨માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે એ આતંકવાદીઓને પ્રાથમિકતા તરીકે રાખ્યા હતા કે જેના સંબંધો પાકિસ્તાન સાથે છે. ભારતે ૧૨૬૭ હેઠળ વર્ષ ૨૦૨૨માં લશ્કર એ તૈયબાના આતંકી અબ્દુલ રહેમાન લમક્કી, જૈશ એ મોહમ્મદના અબ્દુલ રઉફ, લશ્કરના સાજીદ મીર, શાહિદ મહસૂસ અને તાલ્હા સઈદને આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.