Western Times News

Gujarati News

ચેન્નાઈની છ વર્ષની બાળકીએ દુનિયાના સૌથી નાની ઉંમરના જીનિયસ બાળકનો ખિતાબ જીત્યો

ચેન્નાઈ, છ વર્ષની બાળકીએ તમિલનાડુ ક્યૂબ અસોસિએશને દુનિયાના સૌથી નાની ઉંમરના જીનિયસ બાળકનો ખિતાબ જીતી લીધો છે. સારાએ શુક્રવારના રોજ આંખો પર પાટો બાંધીને કવિતા બોલતા-બોલતા 2 મિનિટ અને 7 સેકન્ડમાં 2×2 રૂબિક ક્યૂબ સોલ્વ કરી દીધું હતું. સારાની આ સિદ્ધિને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

સારા ચેન્નાઈ વેલ્લામલ શાળાના પહેલા ધોરણની વિદ્યાર્થીની છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે સારાએ ફક્ત ચાર મહિના પહેલા જ રૂબિક ક્યૂબથી રમવાનું શરૂ કર્યું હતું. શાળાના શિક્ષકોનું કહેવું છે કે સારાનું આઈક્યૂ લેવલ તેની ઉંમરના બાળકોની સરખામણીએ ખૂબ જ વધારે છે. અત્યાર સુધીમાં તેને રૂબિક ક્યૂબને સોલ્વ કરવાની હરીફાઈમાં પાંચ એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

રૂબિક ક્યૂબ ઉપરાંત સારાને કવિતાઓ વાંચવી પણ ખૂબ ગમે છે. આ અગાઉ 20 મે 2019ના રોજ 20 વર્ષીય યુવકે પાણીની અંદર રૂબિક ક્યૂબને ફક્ત 48 સેકન્ડમાં જ સોલ્વ કરી દીધી હતી. ગયા વર્ષે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તેનું નામ મોકલવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં તે યુવકનું નામ ગિનીઝ બુકમાં સામેલ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.