Western Times News

Gujarati News

ટાટા કેમિકલ્સે મીઠાપુરમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરી

મીઠાપુર,Tata Chemicals Society for Rural Development રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા મીઠાપુરના શિવરાજપુર દરિયાકિનારા પર ઓખામંડળ તાલુકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. Tata Chemicals Commemorates Science Day, Conducts Activities for Students in Mithapur.

વિજ્ઞાન દિવસની થીમ ‘ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબીઇંગ’ને સુસંગત રીતે ટાટા કેમિકલ્સની સીએસઆર સંસ્થા ટીસીએસઆરડીએ વિસ્તારમાં 10 સરકારી શાળાઓના ધોરણ 6થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન સાથે સંબંધિત નિબંધલેખન, ક્વિઝ અને ચિત્રસ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ ત્રણ સ્પર્ધાઓમાં કુલ 108  વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

વિજ્ઞાન દિવસના કાર્યક્રમ વિશે ટાટા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુરના ઉત્પાદનના વીપી શ્રી એન કામથે કહ્યું હતું કે, “નવીન, વિજ્ઞાન-સંચાલિત, સસ્ટેઇનેબ્લ કેમિસ્ટ્રી કંપની તરીકે અમે આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વને પ્રોત્સાહન આપવા સતત પ્રયાસરત છીએ અને એનું સૌથી મોટું પ્રદાન દુનિયાની સુખાકારીમાં પ્રદાનમાં છે.

ટીસીએસઆરડીની ટીમ દ્વારા વિજ્ઞાન દિવસ માટે રસપ્રદ પ્રવૃત્તિઓને ઓખામંડળ તાલુકાની 14 શાળાઓમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને અમને આપણી પૃથ્વી અને લોકોના જીવનને વધારે ગુણવત્તાયુક્ત બનાવવા માટે વધારે કામગીરી કરવા પ્રેરણા મળી હતી.”

ખટુમ્બા પ્રાથમિક શાળાના ધોરણ 6ના સમનિયા સંગીતા, નાનાભાવદા પ્રાથમિક શાળાના ધોરણ 7ના રાહુલ ઓડિચ, ગોરિયાલી પ્રાથમિક શાળાના ધોરણ 8ના વગાડિયા સેલિનાને નિબંધલેખન સ્પર્ધા માટે વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

પોશિત્રા પ્રાથમિક શાળાના ધોરણ 6ના રાઠોડ તુષાર ભરતભાઈ, મુલવાસર પ્રાથમિક શાળાના ધોરણ 7ના દેવરા મોરી સોમાભાઈ, ગોરિયાલી પ્રાથમિક શાળાના ધોરણ 8ના વગડિયા અફઝલને ક્વિઝ કોમ્પિટિશનના વિજેતા જાહેરાત કરવામાં આવ્યાં હતાં તથા નાના ભાવદા પ્રાથમિક શાળાના ધોરણ 6ના સુથાર અવની, કેજીવીબી-આરંભદાના ધોરણ 7ના બથવાર હિરલ વાલાભાઈ, ગોરિયાલી પ્રાથમિક શાળાના ધોરણ 8ના માણેક સંતોકે ચિત્રસ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યાં હતાં.

ખટુમ્બા પ્રાથમિક શાળા અને મુલવાસર પ્રાથમિક શાળાના એક-એક દિવ્યાંગ બાળકને વિશેષ ઇનામ આપવામાં આવ્યું હતું. તેમણે ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓને ઉપયોગી એક્ટિવિટી સાયન્સ કિટની ભેટ આપવામાં આવી હતી.

તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને સ્ટેશનરી આપવામાં આવી હતી. કળાસ્પર્ધા માટે ડ્રોઇંગ કિટ્સ તમામ વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવી હતી. ક્વિઝ કોમ્પિટિશ ટીસીએસઆરડીના એચપી વાઉ બસ દ્વારા વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી.

એચપી વાઉ (વર્લ્ડ ઓન વ્હીલ્સ) બસ ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટની ઇન-હાઉસ પહેલ છે, જે વિદ્યાર્થીઓ સુધી પહોંચવા તેમને વિજ્ઞાન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ પર વ્યવહારિક તાલીમ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.