Western Times News

Gujarati News

લેન્ડિંગકાર્ટ એમએસએમઈને ફાઇનાન્શિયલ મેઈનસ્ટ્રીમમાં લાવવામાં મદદ કરે છેઃ હર્ષવર્ધન લૂનીયા

અમદાવાદ, લેન્ડિંગકાર્ટ એ ફાઇનાન્શિયલ સર્વિસિસઝમાં અગ્રણી અને લીડીંગ ફિંટેક કંપની છે કે જે ડિજિટલ લેન્ડિંગ દ્વારા એમએસએમઈને તેમના બિઝનેસનો વિકાસ કરવામાં અને તેમને ફાઇનાન્શિયલ મેઈનસ્ટ્રીમમાં લાવવામાં મદદ કરે છે. લેન્ડિંગકાર્ટ એ અમદાવાદ સ્થિત એનબીએફસી છે જે નાના ઉદ્યોગોની નાણાકીય જરૂરિયાતોને ઉકેલવા માટે ટેક્નોલોજીનો લાભ લે છે, તેની ટેક્નોલોજી ગેમને વધુ આગળ વધારવા અને કો- લેન્ડિંગ મોડલ દ્વારા ધિરાણ આપવા માંગે છે. તે પહેલાથી જ બેંકો અને એનબીએફસી સાથે વ્યાજ દરોને દક્ષિણ તરફ આગળ વધારવા અને વધુ નાના ઉદ્યોગો સુધી પહોંચવા માટે કામ કરી રહી છે.

લેન્ડિંગકાર્ટના કો- ફાઉન્ડર અને સીઈઓ હર્ષવર્ધન લૂનીયા વિશ્વ-કક્ષાની ટીમ બનાવવા અને સ્કેલ કરવામાં આવશ્યક ભૂમિકા ભજવે છે જે નવીન ક્રેડિટ સોલ્યુશન્સ ડિઝાઇન કરે છે અને એમએસએમઈ માટે વૃદ્ધિ પ્રદાન કરે છે. ટેક્નોલોજીના અમલીકરણ અને સરળ એમએસએમઈ ફાઈનાન્સિંગને સક્ષમ કરવાના વિઝન સાથે, હર્ષવર્ધને ૨૦૧૪માં લેન્ડિંગકાર્ટની સ્થાપના કરી.

પોતાની કામગીરી અંગે વધુ પ્રકાશ પાડતાં લેન્ડિંગકાર્ટના કો- ફાઉન્ડર અને સીઈઓ શ્રી હર્ષવર્ધન લૂનીયાએ જણાવ્યું હતું કે, “લેન્ડિંગકાર્ટ ગ્રુપે ૪૦૦૦ સિટીઝ અને ટાઉન્સ અને ૧૧,૭૦૦ પિન કોડમાં ૧૧૫૦૦ કરોડથી વધુનું વિતરણ કર્યું છે. લેન્ડિંગકાર્ટ ગ્રૂપે નાણાંકીય વર્ષ ૨૩ માં વિતરણ, આવક અને પીબીટીમાં વૃદ્ધિ સાથે તેના વ્યવસાયમાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખ્યું છે. અમારા ટોટલ કસ્ટમર ૧,૭૫,૦૦૦ જેટલાં છે, જેમને અમે લોન આપીએ છીએ. જેમાંથી ગુજરાતમાં આશરે ૨૧,૫૦૦ કસ્ટમર્સને સેવા પ્રદાન કરીએ છીએ. અમારું એવરેજ લોન અમાઉન્ટ ૬,૦૦,૦૦ રૂપિયાનું હોય છે. અમે ૨૪-૩૬ મહિનાનું ઋણ આપીએ છીએ અને વ્યાજદર ૧૪%થી શરૂ થાય છે અને ૨૪- ૨૬% સુધીનો હોય છે. આ ધિરાણ તેમના બિઝનેસના આધારે નક્કી થાય છે.”

અમે દેશનું સૌથી લાર્જેસ્ટ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ પણ છીએ. જેના દ્વારા અમે પેન ઇન્ડિયા આ વર્ષે ૪૦૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. અમે સમગ્ર દેશમાં અમારી કામગીરી વિકસાવી છે. નાના ગામડાથી માંડીને મોટા શહેરો સુધી અમે અમારી કામગીરીને પહોંચાડી છે. અમારું મોટાભાગનું કામ ડીજીટલી જ થાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત આ બને શહેરોમાં અમારું કાર્ય સૌથી વધારે ચાલે છે, કારણકે આ બંને બિઝનેસ ગ્રોઇન્ગ સ્ટેટ છે.”- તેમણે વધુમાં જણાવ્યું.

લેન્ડિંગકાર્ટ આ વર્ષે ફાઇનાન્શિયલ યર ૨૦૨૨- ૨૩માં ૧૩૦- ૧૪૦ કરોડનો નેટ પ્રોફિટ કરવાની આશા રાખે છે. લેન્ડિંગકાર્ટના એવરેજ કસ્ટમર ૨૩-૪૫ વર્ષની એજ ગ્રુપના છે, અને એજ્યુકેટેડ છે તેથી ધિરાણ આપવામાં સરળતા રહે છે. લેન્ડિંગકાર્ટે એમએસએમઈને તેમના લોન પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરવા માટે પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને વધુ જેવી બેંકો સાથે ભાગીદારી કરી છે. લેન્ડિંગકાર્ટ જેવી એનબીએફસી ટ્રેડિશનલ બેંકો અને એસએમઈ ક્ષેત્ર વચ્ચેના અંતરને દૂર કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.