Western Times News

Gujarati News

શોપિંગ મોલની સુરક્ષા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

પ્રતિકાત્મક

શોપીંગ મૉલની સુરક્ષા બાબતના આદેશ અન્વયે ભુતકાળમાં વિશ્વમાં અમુક દેશોના શોપીંગ મોલવાળી જ્ગ્યાઓ ઉપર થયેલ આતંકવાદી હુમલામાં મોટાપાયે જાનમાલની ખુવારી થયેલ, તેમજ ભવિષ્યમાં પણ આવા આંતકવાદી હુમલાઓની શક્યતાઓ નકારી શકાય નહિ,

જેથી અમદાવાદ શહેરમાં આવેલ તમામ શોપીંગ મોલની પુરતી અને સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા તેમજ સંપુર્ણ તકેદારી રાખવી જરૂરી જણાય છે. આથી, હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નં-૨)ની કલમ-૧૪૪ તથા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટીફીકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા Ahmedabad City Police Commissioner notification on security of shopping malls

ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામા નં.જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/ મ, અન્વયે મને મળેલ સત્તાની રૂએ નીચે મુજબનો હુકમ કરૂ છું. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલ તમામ શોપીંગ મૉલના માલિકો/પ્રબંધકોએ તેમના શોપીંગ મોલમાં નીચે જણાવેલ પ્રમાણે ચુસ્ત અને સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી:

(૧) મૉલના પાર્કિંગ અંદર પ્રવેશતા તમામ વાહનો (ટુ વ્હીલર/ફોર વ્હીલર વિગેરે)નુ ઉંડાણપુર્વક ચેકિંગ કરવું. ચેકિંગમાં અંડર વ્હીકલ સર્ચ મિરર/વ્હીકલ સ્કેનર વિગેરેનો પણ ઉપયોગ કરવો.

(૨) મૉલમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું ચેકિંગ કરવું. ચેકિંગ માટે DFMD/HHM) વિગેરેનો ઉપયોગ કરવો સાથે જ તમામ પ્રવેશનારાઓને ફિઝીકલ ફિલ્ડિંગ કરવું, મહિલાઓના ચેકિંગ માટે અલાયદા એન્કલોઝર બનાવવા, કોઇપણ વ્યક્તિ હથિયારો (ગન/ચપ્પુ વિગેરે) તેમજ એક્સ્પ્લોઝિવ પદાર્થો સાથે મૉલ પરિસરમાં પ્રવેશ ન કરે તેની તકેદારી રાખવી.

(૩) મૉલમાં પ્રવેશ કરનારા તમામ વ્યક્તિઓના સામાના હેન્ડ બેગ વિગેરે તપાસ માટે બેગેજ સ્કેનર મશીનનો ઉપયોગ કરવો. મોલમાં પ્રવેશતા તમામ માલ-સામાન (Gk) નો એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવુ તેના માટે બેગેજ સ્કેનર મશીનનો ઉપયોગ કરવો.

(૪) મૉલમાં Explosive જેવા પ્રતિબંધિત પદાર્થ ના આવે તે અંગેની ચકાસણી માટે તેમજ પાર્કિંગ સ્થળો બેસમેંટ ની નિયમિત એન્ટી સબોટેજ ચેકિંગ માટે એક્સ્પ્લોઝિવ ડિટેક્શનના સાધનો વસાવવા તેમજ સ્નીફર ડોગનો ઉપયોગ કરવો,

(૫) દરેક મૉલના તમામ Entry/Exit ગેટો/ સર્વિસ ગેટો/ ઇમરજન્સી ગેટો ઉપર તથા સમગ્ર પેરીમીટર વિસ્તારમાં 24×7 સીમલેસ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ” માટે પુરતી સંખ્યામાં ઉચ્ચ ગુણવતા વાળા હાઇ રિઝોલ્યુશન, color – Image, I.P. Based, Night vision સુવિધાવાળા CCTV કેમેરા લગાડવા, જેની ડેટા સ્ટોરેજ કેપેસિટી ન્યૂનતમ ૧૫ દિવસ હોવી જોઇએ. CCTV ફુટેજની મૉનીટરિંગ માટે એક કંન્ટ્રોલ રૂમ હોવી જોઇએ જે 24×7 કાર્યરત રહેશે.

(૬) જ્યારે જ્યારે મૉલની માલિકી બદલાય ત્યારે નવા માલિકને પણ ઉંચ્ચ ગુણવતાવાળી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની રહેશે. મૉલની માલિકીની ફેરબદલી ની જાણકારી અત્રેની કચેરીની સ્પેશ્યલ બ્રાંચમાં દિવસ ૦૭માં બિનચુક આપવાની રહેશે.

(૭) મૉલની સુરક્ષા માટે સિક્યુરિટી માટેના અધતન માનકો અને નિયમોના જાણકાર તથા પ્રશિક્ષિત સિક્યુરિટી ગાર્ડને રાખવાના રહેશે.

આ હુકમ તા.૨૭/૦૨/૨૦૨૩ના કલાક ૦૦/૦૦થી તા.૨૭/૦૪/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી દિન-૬૦ માટે અમલમાં રહેશે.

ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.