Western Times News

Gujarati News

ઓઢવ GIDCમાં પરીખ એન્ટરપ્રાઇસીસ ખાતે ઇમરજન્સી અંગેની મોકડ્રીલ યોજાઈ

MOCKDRILL

પ્રતિકાત્મક

નાયબ નિયામક શ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ (DCG), દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ મેજર એકસીડન્ટ હેઝાર્ડસ (MAH) Emergency Mock Drill was held at Parikh Enterprises in Odhav GIDC

ધરાવતાજોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત, કટોકટીના સંજોગોમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનું પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી, મોકડ્રીલ (રીહર્સલ) યોજાતી હોય છે.

જે મુજબનુ એક મોકડ્રીલ તા. ૨૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે યોજાઈ હતી. જેમાંકારખાનામાં ક્લોરીન ટનર હેન્ડલીંગ વખતે ક્લોરીન ટનરમાંથી લિક્વિડ ક્લોરીન લિકેજ થવાની આકસ્મિક ઘટના ઊભી કરવામાં આવી હતી. આ ઇમરજન્સીને કાબૂમાં લેવા માટે કારખાનાની સેફ્ટી ટીમ દ્વારા પ્રયત્ન કરવા છતાં,

આ આપાતકાલીન કટોકટી કાબૂમાં ન આવતા આ કટોકટીને કારખાના દ્વારા ‘ઓફ સાઇટ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રૂપ (DCG)ના તમામ સભ્યોને ટેલિફોનિક જાણ કરાયેલ હતી.

જે બાદ તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ ફાયર સર્વિસીઝ, તથા એમ્બ્યુલન્સ સાથેની મેડીકલ ટીમો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વિવિધ MAH ફેકટરીઓના સેફટી ઓફિસર્સ વગેરેએ ઘટનાસ્થળ પર આવીને, આ ગેસ લીકેજને નિયત્રંણમાં લાવવામાં જરૂરી કામગીરી કરેલ. અને છેવટે સૌના સહિયારા પ્રયાસથી આ કટોકટીને કાબૂમાં લીધી હતી.

સદર મોકડ્રીલમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી અજય ચૌધરી, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શ્રીમતી કોમલ વ્યાસ, જીપીસીબીના અધિકારી શ્રી સી.એ.શાહ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમદાવાદના પ્રતિનિધિશ્રી તથા ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના

મેમ્બર સેક્રેટરી તથા ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીશ્રીઓએ પણ આ મોકડ્રીલને સફળતા અપાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં પરીખ એન્ટરપ્રાઇસીસ પ્રા.લિ. ના ડાયરેક્ટર શ્રી સુરેશભાઇ એન. શાહે આ મોકડ્રીલમાં હાજર રહેલ તમામ સભ્યોનો તેમજ વિવિધ સરકારી/બિનસરકારી એજન્સીઓનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.