Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉમરગામ ડોમ્સ કંપનીમાં ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) ઉમરગામ, જ્યારે સમગ્ર વિશ્વ માં વુમન્સ ડે ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત ના છેવાડાના ઉમરગામ માં જી આઈ ડી સી માં આવેલ જાણીતી ડોમ્સ કંપની માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓના હકકો નું રક્ષણ થાય અને મહિલાઓ સશક્ત બને અને મહિલાઓના રક્ષણ અને મહિલાઓ ના સર્વાંગી હિત માટે મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિલા દિવસે ઉમરગામ માં આવેલી જાણીતી ડોમ્સ કંપનીમાં ૮ માર્ચ ના દિવસે મહિલા દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી.

આ કાર્યક્રમમાં ડોમ્સ કંપની ની લગભગ ૭૦ થી ૮૦ જેટલી મહિલાઓ એ ભાગ લીધો હતો અને વલસાડ અને ઉમરગામ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ અને મહિલા પોલીસ કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.. આ રીતે મહિલાઓ ને પડતી મુશ્કેલી ઓના સમયે મહિલાઓ એ શું કરવું જાેઈએ તેની માહિતી પૂરી પાડી હતી .આ કાર્યક્રમ માં ઉમરગામ પોલીસ સ્ટેશન ના પી આઈ વળવી સાહેબ , ઉમરગામ પોલીસ મથક ના પીએસઆઈ હાથલીયા સાહેબ , પી આઈ ડી ડી રાઠોડ મેડમશ્રી, વલસાડ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ,મહિલા પોલીસ સ્ટેશન વલસાડના સીડી ડામોર મેડમશ્રી, તેમની સાથે અન્ય મહિલા પોલીસ કર્મચારી ઓ અને ડોમ્સ કંપનીની કર્મચારી મહિલાઓ ડોમ્સ કંપનીના ઓનર સંતોષજી પુરા સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers