Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બોટાદના ગૌ-રક્ષકે વિશ્વ મહિલા દિને મહિલા પોલીસ-૧૮૧ની ટીમનુ સન્માન કર્યુ

(પ્રતિનિધિ) હળવદ, બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા ૨૩ જેટલી સામાજીક-ધાર્મિક સંસ્થા વગેરે સંગઠનો સાથે જાેડાયેલા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા વિશ્વ મહિલા દીવસ પ્રસંગે બોટાદની ૧૮૧ મહિલા હેલ્પલાઇનના મહિલા કર્મચારીઓ અને બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા ઝાસીની રાણી વિરાંગના લક્ષ્મીબાઈ જેવી મહિલા પોલીસ કર્મચારી બહેનોનુ સન્માન કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.જાડેજાની મંજુરી અને સાથ સહકારથી મહિલા પોલીસને કેસરીયા રજવાડી સાફા બાંધી શકિત રૂપેણ રજવાડી તલવારો અર્પણ કરી સન્માનિત કરવામા આવેલ અને નોંધનીય એ બાબત છે કે બોટાદની ૧૮૧ હેલ્પલાઇનના કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમા ૧૩૩૪૭ જેટલી જરૂરિયાત મંદ બહેનોને સુરક્ષા મદદ પુરી પાડી દરેક પ્રકારે સેવા આપી અનેકના ટુટતા ઘર બચાવી સમાધાન કરાવેલ અને અનેક મહિલાઓના આત્મહત્યા કરતા જીવ બચાવી સરાહનીય કામગીરી કરેલ જે બદલ તેઓને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers