Western Times News

Gujarati News

દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

કરાચી, ઈન્ડિગોની એરલાઇન્સની કતારના દોહા જતી એક ફ્લાઇટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. માહિતી અનુસાર એક મેડિકલ ઈમરજન્સીને કારણે આ ર્નિણય લેવાયો હતો. ઈન્ડિગો એરલાઇન્સે આ માહિતી આપી હતી. એરલાઇન્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બીમાર પડી ગયેલા એક વ્યક્તિને એરપોર્ટ પર મેડિકલ ટીમે મૃત જાહેર કરી દીધો છે.

સૂત્રો અનુસાર તે નાઈજિરિયાનો નાગરિક હતો. ઈન્ડિગોએ આ મામલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ અહેવાલથી અમે દુઃખી છીએ. અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ પીડિતના પરિવાર સાથે છે. હાલ અમે સંબંધિત અધિકારીઓ સાથે કોઓર્ડિનેશન કરીને વિમાનના અન્ય યાત્રીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ જેથી તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી શકાય. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.