Western Times News

Gujarati News

કોરોનાના RTPCR કરતા H3N2નો ટેસ્ટ ૧૦ ગણો મોંઘો

File

(એજન્સી)અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં H3N2 વાયરસનો હાહાકાર જાેવા મળી રહ્યો છે. શરદી-ઉધરસ સહિતના વાઈરલ ઈન્ફેક્શનના કેસોના લીધે સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જાેવા મળે છે. બીજીતરફ આરોગ્ય તંત્ર પણ આ વાયરસ મામલે ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. H3N2 test is 10 times more expensive than Corona RTPCR

આવામાં કોરોનાના અને એચ૩એન૨ ટેસ્ટની કિંમત વચ્ચે જે મોટો ફરક છે તે લોકોને ચોંકાવી રહ્યો છે. આ મોંઘા ટેસ્ટ પાછળનું જે ચોંકાવનારું કારણ છે તે સામે આવ્યું છે.

કોરોનાનો જે RTPCR ટેસ્ટ ૪૦૦ રુપિયામાં થાય છે તેની સામે H3N2 વાયરસના ટેસ્ટિંગની કિંમત ૪૦૦૦થી લઈને ૪૫૦૦ થાય છે. ત્યારે કેમ આ ટેસ્ટ મોંઘો છે તે જાણવું જરુરી છે. જે સરળ રીતે કોરોનાની તપાસ માટે RTPCR થાય છે તેના બદલે H3N2 માટે એકથી વધારે લેયરમાં તપાસ કરવામાં આવે છે.

હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાયરલ ફિવરના કિસ્સા વધી રહ્યા છે. જે પૈકી કેટલાક દર્દીઓમાં એચ૩એન૨ વાયરસના લક્ષણો જાેવા મળી રહ્યા છે. તેવામાં આ વાયરસના ટેસ્ટીંગને લઈને એક મોટી વાત સામે આવી છે. જે કોરોના વાયરસ હાહાકાર મચાવ્યો હતો

એ ટેસ્ટીંગનો ભાવ હાલ રૂપિયા ૪૦૦ થી લઈને ૫૦૦ જાેવા મળી રહ્યો છે, જાેકે એચ૩એન૨ વાયરસના ટેસ્ટિંગની કિંમત ૪૦૦૦ થી લઈને ૪૫૦૦ સુધી જાેવા મળી રહી છે.ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના મીડીયા કન્વીનર ડૉ. મુકેશ મહેશ્વરી જણાવે છેકે, હાલ એચ૩એન૨ના ટેસ્ટિંગ મોટી માત્રામાં નથી થઈ રહ્યા

ઉપરાંત આ ટેસ્ટીંગ કરવા માટે તેને કીટનો ભાવ પણ વધુ છે. મહત્વની વાત એ છે કે એચ૩એન૨ વાયરસના સેમ્પલિંગ લીધા બાદ તેની પાંચ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેથી તે મોંઘો છે અલગ અલગ પ્રકારના ટેક્સના કારણે પણ હાલ આ ટેસ્ટીંગની કિંમત વધારે જાેવા મળી રહી છે

જ્યારે કોરોનામાં સરકારે ટેક્સમાંથી રાહત આપી હતી ઉપરાંત તે મોટી માત્રામાં થઈ રહ્યા હતા, જેના કારણે તે હવે તે સસ્તો છે.કોરોનાની જેમ સિમ્પલ એક વાયરસનું ટેસ્ટીંગ નથી થતું આ એક જટિલ પ્રક્રિયા છે જેને મલ્ટિપ્લેક્સ પીસીઆર કહેવામાં આવે છે. મલ્ટીપ્લેક્સ પીસીઆરમાં એક સાથે ૫થી ૬ વાયરસ જાેવાય છે.

જેમા ર૧હ૧ એટલે કે સ્વાઈન ફ્લૂ ર૩હ૨ એટલે કે હોંગકોંગ ફ્લુ, ઈન્ફ્લુએન્ઝા બી, રેસ્ટોરેટરી વાયરસ ૧ અને ૨ એમ કુલ ૫ પ્રકારના સેમ્પલનું ટેસ્ટીંગ પ્રોસેસ કરવામાં આવે છે જેના કારણે ટેસ્ટિંગની કિંમત મોંઘી છે. આ ઉપરાંત તેની ટેસ્ટિંગ કીટ પણ મોંઘી છે. ડોક્ટરને દર્દીમાં કન્ફ્યુઝીંગ લાગે તો જ આ ટેસ્ટ કરાવે છે. જેથી આ વાયરસ માટે ટેસ્ટિંગની સંખ્યા પણ ખુબ ઓછી છે. લેબોરેટરીમાં દિવસમાં માંડ એકથી બે ટેસ્ટીંગ એચ૩એન૨ માટે આવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.