Western Times News

Gujarati News

વિવિધ કોર્ટોમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગના ૪૧૦૯ કેસ પેન્ડિંગ

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના ગેરકાયદેસર બાંધકામો, પ્રોપર્ટી ટેક્સ સહિત અનેક મુદ્દે મ્યુનિસિપલ કોર્પાેરેશન અથવા નાગરિકો દ્વારા કોર્ટમાં પરસ્પર કેસ થાય છે. આ કેસોને લડવા માટે મ્યુનિસિપલ તંત્ર તરફથી નિષ્ણાંત વકીલોની પેનલ બનાવવામાં આવી છે. Ahmedabad Municipalities in various courts. 4109 cases pending in Estate Department

તેમ છતાં મોટાભાગનાં કેસમાં મ્યુનિસિપલ કોર્પાેરેશનની વિરોધમાં ચુકાદા આવે છે અથવા તો વર્ષાે સુધી કેસોના નિકાલ થતાં નથી. જેની સીધી અસર મ્યુનિસિપલ તિજાેરી પર થાય છે તેવા સીધા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં છે.

મ્યુનિ.વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ.કોર્પો દ્વારા વિવિધ કેસ જુદી જુદી કોર્ટમાં ચાલતા હોય છે તેની સુનાવણી દરમ્યાન મ્યુ.કોર્પો તરફથી રજુઆત કરવા માટે દરેક કોર્ટના અલગ અલગ વકીલોની પેનલ નક્કી કરેલ છે જે અંગે તેઓ મ્યુ. કોર્પો.ની તરફેણમાં રજુઆત કરવા છતાં મોટા ભાગના કેસો પેન્ડીગ અનિર્ણિત રહે છે

અથવા મ્યુ.કોર્પોની હાર થાય છે. હાલ તમામ કોર્ટના મળી કુલ ૮૧૦૦ કેસો પૈકી ૭૯૪૪ કેસો પેન્ડીંગ છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે સુપ્રીમ કોર્ટના ૭ વકીલો, હાઇકોર્ટેના ૩૦ વકીલો તેમજ સીટી સીવીલ કોર્ટના ૫ વકીલો મળી કુલ ૪૨ જેટલા નિષ્ણાત વકીલોની ટીમ છે.તેમ છતાં હાલ ૭૯૪૪ જેટલા કેસો પેન્ડીંગ છે.

અગાઉ હાઇકોર્ટના એક કેસમાં મ્યુ.કોર્પો તરફથી કોઇ પણ વકીલ હાજર નહી હોવાથી નામ.હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ડીવીઝન બેન્ચ દ્વારા તાકીદે પગલાં લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જે બાબત મ્યુ.કોર્પો માટે શરમજનક બની હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલ સુપ્રીમ કોર્ટમાં ૭૧ કેસ, હાઇકોર્ટમાં ૪૩૪૧ તથા સીટી સીવીલ કોર્ટના ૨૪૯૪ જેટલા કેસો પેન્ડીગ છે તેમાં મુખ્યત્વે એસ્ટેટ અને ટી.ડી.ઓ. ના કેસો બાકી છે એસ્ટેટ અને ટી.ડી.ઓ.ના સુપ્રીમ કોર્ટમાં ૨૯, હાઇકોર્ટમાં ૧૮૯૭ તથા સીટી સીવીલ કોર્ટમાં ૨૧૮૩ કેસો મળી એસ્ટેટ અને ટી.ડી.ઓ. ખાતાના કુલ ૪૧૦૯ કેસો પેન્ડીંગ છે.

વિવિધ કોર્ટમાં કેસો મોટી સંખ્યામાં પેન્ડીંગ રહેવાના કારણે મ્યુ.કોર્પો.ઉપર આર્થિક ભારણ વધે છે અને વિકાસ કાર્યોમાં વિલંબ પણ થવા પામે છે. જેનો બોજ સામાન્ય પ્રજાજન ઉપર આવે છે.

આમ મ્યુ.કોર્પો દ્વારા વિવિધ કોર્ટમાં કેસ લડવા માટે કરોડો રૂા. ની માતબર રકમ ખર્ચવા છતાં જાન્યુ-૨૩ના અંતે વિવિધ કોર્ટના મળી કુલ ૮૧૦૦ કેસમાંથી ૭૯૪૪ કેસ બાકી રહે ત્યારે મ્યુ.કોર્પોના લીગલ ખાતાની કામગીરી ખાડે ગયેલ છે તે સ્પષ્ટ થાય છે. આ બાબતે તપાસ કરી જે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.