Western Times News

Gujarati News

સ્માર્ટ લર્નિંગ માટે HPએ યુવા વિદ્યાર્થીઓ માટે નવા ક્રોમબુક લેપટોપ્સ લોન્ચ કર્યા

ઈમર્સિવ સ્ક્રીન અને વધુ બહેતર પ્રદર્શન સાથે યુવા વિદ્યાર્થીઓ માટે એચપી ક્રોમબુક 15.6 લોન્ચ કર્યા

એચપી ક્રોમબુક 15.6માં છે ઈન્ટેલનું સેલેરોન એન4500 પ્રોસેસર-જનરેશન ઝેડના વિદ્યાર્થીઓ માટે બનાવાયું છે જેમાં છે કૂલ પણ સરળ ફીચર્સ -ગૂગલ આસિસ્ટન્ટ, ગૂગલ ક્લાસરૂમ અને બીજા ઘણાં હેન્ડ્સ-ફ્રી એક્સેસ સાથે લર્નિંગને વધુ સુગમ બનાવશે

નવી દિલ્હી, એચપી એ આજે ​​ભારતમાં તેની નવીનતમ ક્રોમબુક નોટબુક્સ – એચપી ક્રોમબુક 15.6 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જે ઈન્ટેલના સેલેરોન એન4500 પ્રોસેસરથી સંચાલિત છે. ક્રોમબુક પોર્ટફોલિયોમાં સંપૂર્ણપણે નવી ઉમેરાયેલી આ પ્રોડક્ટ કોલેજ અને શાળાના યુવા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રજૂ કરાઈ છે જેથી તેમને સહયોગ મળી શકે, તેઓ મલ્ટિટાસ્કિંગ કરી શકે અને યોગ્ય વાતાવરણમાં કામ અને રમતનો યોગ્ય સમન્વય કરી શકે.

આજના હાઇબ્રિડ વાતાવરણમાં યુવા ગ્રાહકો એવા ઉપકરણો શોધે છે જે તેમને પ્રોડક્ટિવ અને સર્જનાત્મક બનવામાં, મનોરંજન મેળવવાની સાથેસાથે શીખવામાં પણ મદદ કરે.

ફ્લેર અને નવી ટેક દ્વારા સંચાલિત સંપૂર્ણ નવી એચપી ક્રોમબુક 15.6 મોટી સ્ક્રીન અને વાઈફાઈ-6 સાથે વધુ મજબૂત કનેક્ટિવિટી અને 11.5 કલાક (એચડી) સુધીની અસાધારણ બેટરી લાઇફથી સજ્જ છે, જે હાઈબ્રિડ જનરેશનમાં ડિમાન્ડિંગ પ્રોજેક્ટ્સ અને સરળતાથી માણવા માટેના મનોરંજન માટે આદર્શ છે. HP introduces new Chromebook laptops in India to enable smart learning for GenZs

નવીનતમ ક્રોમબુક 15.6 એ યુવાન વિદ્યાર્થીઓ માટે આદર્શ પસંદગી છે અને સફરમાં અભ્યાસ કરતી વખતે પણ લઈ જવામાં સરળ છે. તે તેમની સ્ટાઈલ અને લાઈફસ્ટાઈલને પ્રદર્શિત કરવા માટે બે અનન્ય રંગો સાથે આવે છે – ફોરેસ્ટ ટીલ અને મિનરલ સિલ્વર.

એચપી ઈન્ડિયાના સિનિયર ડિરેક્ટર-પર્સનલ સિસ્ટમ્સ, શ્રી વિક્રમ બેદીએ જણાવ્યું હતું કે,“આજના હાઇબ્રિડ લર્નિંગ અભિગમમાં પર્સનલ કમ્પ્યૂટર્સ આવશ્યક છે. એચપી પર અમે યોગ્ય સાધનો પ્રદાન કરીને વિદ્યાર્થીઓને તેમના શીખવાના અનુભવમાં ટેકો આપવા માંગીએ છીએ.

અમારા નવા ક્રોમબુક 15.6 લેપટોપને કનેક્ટિવિટી અને ઉત્પાદકતાને સક્ષમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, પછી ભલે તેઓ ઘરે અથવા ક્લાસરૂમમાં અભ્યાસ કરતા હોય. આ ઉપકરણ સ્ટાઇલિશ, શક્તિશાળી અને યુવા વિદ્યાર્થીઓની જરૂરિયાતો માટે યોગ્ય છે.”

વર્સેટિલિટી અને મોબિલિટી પર મુખ્ય મદાર રાખતાં નવી એચપી ક્રોમબુક 15.6 ઉચ્ચ-ઉત્તમ કામગીરી પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. હાઇબ્રિડ લર્નિંગ એન્વાયર્નમેન્ટમાં સારી ઉત્પાદકતા માટે તે સમર્પિત ન્યુમેરિક કીપેડ અને મોટા કદના ટચપેડ સાથે આવે છે. સ્પીચ ટુ ટેક્સ્ટ સાથે સક્ષમ છે, જે મલ્ટીટાસ્કીંગમાં મદદ કરે છે. એચપી ક્વિકડ્રોપ બધી જ ડિવાઈસીસ પર વર્ક ફાઇલ્સ અને પર્સનલ ક્રિએશન્સના ઝડપી અને સરળ ટ્રાન્સફરને સક્ષમ કરે છે. એચપી ક્રોમબુક 15.6 રૂ. 28,999/-ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.