Western Times News

Gujarati News

અદાણી વિલ્મરે કોહિનૂર બિરયાની કિટ લોન્ચ કરી

હૈદરાબાદી વેરિઅન્ટમાં પ્રસ્તુત થઈ, પછી લખનૌવી વેરિઅન્ટમાં પ્રસ્તુત થશે – મુંબઈ, દિલ્હી+એનસીઆર, કોલકાતા, પૂણે, અમદાવાદ અને બેંગાલુરુના મેટ્રો શહેરોમાં ઉપલબ્ધ  

ભારતમાં સૌથી મોટી અને ઝડપથી વૃદ્ધિ કરતી પેકેજ્ડ ફૂડ એફએમસીજી કંપનીઓ પૈકીની એક અદાણી વિલ્મર લિમિટેડ (એડબલ્યુએલ)એ રેડી-ટૂ-કૂક રેન્જના તેના વિસ્તરણના ભાગરૂપે કોહિનૂર હૈદરાબાદ બિરયાની કિટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે.

કોહિનૂર બ્રાન્ડ અંતર્ગત ડૂ-ઇટ-યોરસેલ્ફ (ડીઆઇવાય) બિરયાની કિટ રસોઈકળા કે પાકકળામાં નિષ્ણાતોને રેસ્ટોરાં-જેવી સ્વાદિષ્ટ બિરયાની 30 મિનિટમાં તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. આ સંપૂર્ણપણે નવી બ્રાન્ડ ઓફર બે વેરિઅન્ટ – સૌપ્રથમ હૈદરાબાદી અને પછી લખનૌવીમાં ઉપલબ્ધ થશે, જેની કિંમત રૂ. 159 છે.

પોતાની નવી બિરયાની કિટ રેન્જ પ્રસ્તુત કરવા અંગે અદાણી વિલ્મર લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિનીત વિશ્વંભરને કહ્યું હતું કેઃ “ભારતમાં બિરયાની સૌથી મનપસંદ ડિશ છે. જોકે જ્યારે ઘરે બનાવવાની વાત આવે છે, ત્યારે યોગ્ય સ્વાદ મેળવવો પડકારજનક બની શકે છે.

કોહિનૂર બિરયાની કિટ એને તૈયાર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા મદદરૂપ થવાની સાથે તરત સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં સહાય કરે છે. અમારું માનવું છે કે, આ અમારા હાલના પોર્ટફોલિયોમાં શ્રેષ્ઠ વધારો બની રહેશે અને રેડી-ટૂ-કૂક સેગમેન્ટમાં અમારી કામગીરીને વધારે મજબૂત કરશે.”

કિટમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત 200 ગ્રામ બાસમતી ચોખા, 125 ગ્રામ બિરયાની મસાલા પેસ્ટ, 2 ગ્રામ આખા એરોમેટિક મસાલા અને 12 ગ્રામ રાઇતા સિઝનિંગ સામેલ છે. શાકભાજીઓ કે માંસને તૈયાર કરવા દરમિયાન ઉમેરી શકાશે.

અત્યારે આ ઉત્પાદન એમેઝોન પર, કંપનીની પોતાની D2C એપ ફોર્ચ્યુન ઓનલાઇન પર અને એના રિટેલ સ્ટોર્સ ફોર્ચ્યુન માર્ટમાં ઉપલબ્ધ છે.

ઉજવણીના મનપસંદ ફૂડ તરીકે બહોળી લોકપ્રિયતા ધરાવતી ‘બિરયાની’ના મોટા ભાગના ઓર્ડર ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ મારફતે મળે છે. કોહિનૂર બિરયાની કિટ રિલાયન્સ, ડી-માર્ટ વગેરે જેવા આધુનિક ફોર્મેટ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે તેમજ સ્વિગ્ગી, બિગ બાસ્કેટ, ફ્લિપકાર્ટ, બ્લિન્કઇટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ તથા જનરલ ટ્રેડ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે, જેમાં સેલ્ફ-સર્વિસ અને હાઈ-એન્ડ સ્ટોર્સ સામેલ છે.

વર્ષ 2022ની શરૂઆતમાં અદાણી વિલ્મરે પ્રસિદ્ધ કોહિનૂર બ્રાન્ડ – ડોમેસ્ટિક (ભારત વિસ્તાર)નું એક્વિઝિશન મેકકોર્મિક સ્વિત્ઝર્લેન્ડ જીએમબીએચ પાસેથી કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.