Western Times News

Gujarati News

હથિયાર ખરીદવા રૂ. ૭૦ હજાર કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી

નવી દિલ્હી, સંરક્ષણ મંત્રાલયે વિવિધ હથિયાર ખરીદવા માટે રૂ. ૭૦ હજાર કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટિ્‌વટ કરી જાણકારી આપી હતી.

ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ સૈનિકો માટે સ્વદેશી વિકાસ અને ડિઝાઇન પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે ૭૦ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની વધારે સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો અનુસાર હથિયાર પ્રણાલી વિકસાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ માટે આર્ત્મનિભર ભારત હેઠળ સ્વદેશી રીતે તૈયાર કરાયેલા શસ્ત્રોના નિર્માણમાં સાવચેતીના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દેશની સુરક્ષા માટે હવે હથિયારોની ટેક્નોલોજીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય સેના સંરક્ષણ ક્ષેત્રને માનવરહિત ટેકનોલોજી આપવા અને સુરક્ષાને વધુ ખાસ બનાવવા માટે એઆઈના ઉપયોગ માટે ડીઆરડીઓસહિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કરી રહી છે. દેશની સુરક્ષામાં પણ આર્ત્મનિભરતાના વિઝન પર પણ ઝડપથી કામ થઈ રહ્યું છે.

જેના પરિણામે સેનામાં માત્ર સ્વદેશી ટેક્નોલોજી અપનાવવામાં આવી રહીનથી પરંતુ સંરક્ષણ નિકાસમાં પણ તેજી જાેવા મળી રહી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનમાં ઝડપી પ્રગતિ કરી છે. સંરક્ષણ સ્વ-ર્નિભરતા તરફ ઝડપથી આગળ વધીને, ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લા ૯ વર્ષોમાં ૧૧ ગણાથી વધુ વધી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.