Western Times News

Gujarati News

અલવા ગામે વાછરડીને સારણગાંઠનું ઓપરેશન નિશુલ્ક કરાયું

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં ૧૯૬૨ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થયા છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથાર દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લાના ધનસુરા તાલુકાની દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં નાં પશુ ચિકિત્સક ડૉ. માધવી પટેલ ને વાઘેલા મુકેશ સંગ તરફથી ઇમરજન્સી કોલ મળતા પશુ ચિકિત્સક ની ટીમ ત્યાં દોડી આવી હતા.

પશુ ચિકિત્સક દ્વારા ચકાસણી કરતા. વાછરડીને ૧૨ કલાકથી નાના અને મોટા આંતરડા નાળ નાં ભાગથી બહાર આવી ગયા હતા. જેથી તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ હતું. ડૉ. માધવી પટેલ અને ડૉ. ધૃપલ પટેલ દ્વારા ૩ કલાક ની ભારે જહેમત બાદ ઓપરેશન સફળ બન્યું હતું. પશુપાલન વિભાગ, ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાં નાં પશુ ચિકિત્સક ડૉ. માધવી પટેલ અને ડૉ. ધૃપલ પટેલ ડ્રેસર અજયભાઈ અને શૈલેન્દ્રસિંહ ની કામગીરીને ગામના લોકોએ બિરદાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.