Western Times News

Gujarati News

લિસ્ટેડ બુટલેગર ગીરીશ પ્રજાપતિ અને તેના બે સાગીરતોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા

(પ્રતિનિધિ) નડિયાદ, વસો પોલીસ એ ગત તા ૧/૩/૨૩ ના રોજ ટુડેલ ગામની સીમમાં બંધ પોલ્ટ્રી ફાર્મમા દારૂ કંટીગ પર દરોડો પાડી આઈસર, છોટાહાથી, કાર મળી સહિત લાખ રૂપિયાનો દારૂ સાથેનો કુલ રૂપિયા ૩૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો . આ પ્રકરણમાં ખેડા એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધાર બુટલેગર ગિરીશ સહિત વધુ ત્રણ વ્યક્તિઓને પકડી પડ્યા છે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ટુડેલ ગામની સીમમાં હરખા તલાલડી પાસે આવેલ બંધ પડેલ પોલ્ટ્રી ફાર્મમા ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી હતી વસો પોલીસ એ ૧૩ દિવસ પહેલા તપાસ આદરતા આ પોલ્ટ્રી ફાર્મમાં દારુ કંટીગ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસને જાેઇને બુટલેગરો અને હાજર વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ તમામ લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે અહીંયાથી અશોક લેલન આઈસર ટ્રક નંબર (GJ 27 TT 0834), છોટાહાથી તથા ઈકો કાર નંબર (GJ 6 FQ 8754) તેમજ ૨૫ નંગ કાર્ટુનોમા ચંપલો મળી આવ્યા હતા.

સાથે આ આઈસર ટ્રકમાં કાર્ટુનોની આડમાં છુપાવેલો વિદેશી દારૂની નાનીમોટી બોટલો મળી ૭,૬૮૦ મળી કુલ રૂપિયા ૨૫ લાખ ૧૮ હજાર ૮૦૦ દારૂ તેમજ વાહનો મળી કુલ રૂપિયા ૩૯ લાખ ૩૧ હજાર ૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ આ પ્રકરણમાં નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગર બે પકડવા માટે ખેડા એલસીબી પોલીસ છેલ્લા ઘણા સમયથી કામે લાગી હતી એલસીબી પી આઈ વેકરીયા સહિત તેમની ટીમે આદરેલી આ તપાસમાં લીસ્ટેડ બુટલેગર સહિત ત્રણ વ્યક્તિઓ પકડાઈ ગયા છે જેમાં ગીરીશકુમાર શંકરલાલ પ્રજાપતિ રહે. નડિયાદ, દિપકપાર્ક સોસાયટી, મકાન નં.૨ માઇ મંદિર પાસે, પમ્પીંગ સ્ટેશનની સામે, નડિયાદ,કનુભાઇ સોમાભાઇ ગોહેલ રહે.ટુંડેલ, સીમ હરખા તલાવડી તા.નડિયાદ અને ચીમનભાઇ મંગળભાઇ ગોહેલ રહે.ટુંડેલ પીજ ચોકડી હરમાનપુરા નડિયાદ નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.