Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુના 4000 કેસઃ કુમળી વયના ૧૭૦૦ બાળકો ડેન્ગ્યુની ઝપટમાં

ચાલુ વરસે ડેન્ગ્યુમાં ત્રણ ટાઈપના વાયરસ જાવા મળ્યાઃએલ.જી.માં આઠ વર્ષની બાળકીનું મૃત્યુ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો છેલ્લા ચાર મહિનાથી આતંક મચાવી રહ્યો છે. ર૦૧૯ ના વર્ષમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ચાલુ વરસે ડેન્ગ્યુના ચાર હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. તેમજ દસ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. શહેરના તમામ વોર્ડ અને ઝોનમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. એવી જ રીતે તમામ ઉંમરના લોકો પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી રહ્યા છે.

ચાલુ વરસે ડેન્ગ્યુના જેટલા કેસ નોંધાયા છે એમાં ૪૦ ટકા દર્દી ૧પ વર્ષથી ઓછી વયના છે. તેથી શાળા અને ટ્યુશન ક્લાસીસોમાં મચ્છરોની ઉત્પત્તિને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય ખાતા દ્વરા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો કાબુ બહાર છે. નવેમ્બર મહિનાના પ્રથમ ર૩ દિવસમાં ડેન્ગ્યુના ૬પ૧ કેસ નોંધાયા છે.

ર૦૧૮ના વર્ષમાં નવેમ્બર માસમાં ડેન્ગ્યુના ૩૩ર કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણી માં બમણા કેસ કન્ફર્મ થયા છે. તેમજ આઠ વર્ષની બાળકીનું એલ.જી. હોસ્પીટલમાં મૃત્યુ થયુ છે. મ્યુનિસિપલ મેલેરીયા ખાતા દ્વારા ડોર ટુ ડોર સર્વેના ચાર રાઉન્ડ પુરા કરવામાં આવ્યા છે. પરંતુ નાગરીકોમાં જાગૃતિનો અભાવ અને મનપાની બેદરકારીના પરિણામે રોગચાળો નિયંત્રણમાં આવતો નથી.

સ્લમ- ચાલી વિસ્તારમાં મનપા દ્વારા અપુરતા પ્રેશર તથા અનિયમિત રીતે પાણી સપ્લાય થાય ેછે જેના કારણે નાગરીકો કન્ટેનકર ખાલીક રતા નથી. સ્લમ- ચાલી વિસ્તારમાં બાળકો ડેન્ગ્યુની ઝપટમાં આવી રહ્યા છે. સાથે સાથે શાળા અને ટ્યુશન કલાસીસમાં પણ મચ્છર બ્રીડીંગને રોકવા માટે ધ્યાન આપવામા આવી રહ્યુ નથી. જેના પરીણામે જ વિદ્યાર્થીઓ ડેન્ગ્યુનો ભોગ બને છે. ચાલુ વરસે શાહિબાગ, પાલડી, નવરંગપુરા, બોડકદેવ, ગોતા જેવા પોશ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે પાલડી અને નવરંગપુરા જેવા વિસ્તારના નાગરીકો ખાનગી હોસ્પીટલોમાં સારવાર લેવાનું પસંદ કરે છે. તેથી ડેન્ગ્યુના આવા આકડા જાહેર થતા નથી. મેયરના મત વિસ્તાર પાલડીમાં ડેન્ગ્યુના ૧૧૮ કેસ નોંધાયા છે. જે પૈકી માત્ર ર૩ દર્દીઓે જ મ્યુનિસિપલ હોસ્પીટલમાં સારવાર લીધી છે. જ્યારે ૯પ દર્દીઓ ખાનગી હોસ્પીટલમાં દાખલ થયા હતા.

ર૦૧૯ના વર્ષમાં ખાનગી હોસ્પીટલોમાં ડેન્ગ્યુના ૧૪૪૬તથા મ્યુનિસિપલ હોસ્પીટલોમાં ર૬૩૬ કેસ નોંધાયા છે. શહેરના દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના ૬૪૦, પૂર્વ ઝોનમાં ૬પપ,મધ્યઝોનમાં પ૬પ, પશ્ચિમ ઝોનમાં ૬પ૭, ઉત્તર ઝોનમાં ૬૪૩, ઉત્તરપશ્ચિમ ઝોનમાં પ૪૭ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૬૪ કેસ કન્ફર્મ થયા છે. જ્યારે વોર્ડ દીઠ જાવામાં આવે તો શાહીબાગ અસારવા, ગોતા, બોડકદેવ, મક્તમપુરા, લાંભા તથા ચાંદલોડીયામાં ડેન્ગ્યુનો કહેર જાવા મળ્યો છે.

ડેન્ગ્યુના કેસ ઉંમર જુથ મુજબ એક વર્ષ સુધીના ૧૬૪ બાળકો ડેન્ગ્યુની ૪૩પરમાં આવ્યા છે. એકથી ચાર વર્ષ સુધીના ૩૩૮, પાંચથી આઠ વર્ષ સુધીના પ૦૧ તથા નવથી ચૌદ વર્ષ સુધી ૬૭૪ બાળકો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે. ર૦૧૯માં ડેન્ગ્યુના ૪૦પ૩ કેસ નોંધાયા છે. જે પૈકી ૧પ ડેન્ગ્યુના ૪૦પ૩ કેસ નોંધાય છે. જે પૈકી ૧પ વર્ષ સુધીની ઉંમર સુધી ૧૬૭૭ બાળકોને ડેન્ગ્યુ થયો છે. જે પૈકી ચાર બાળકોના કરૂણ મૃત્યુ થયા છે. ચાલુ વરસે ડેન્ગ્યુમાં ત્રણ પ્રકારના વાયરલ જાવા મળ્યો છે.

જેમાં વાયરલ એ, બી અને સી નો સમાવેશ થાય છે. વાયરસ એ ને સૌથી વધુ ઘાતક અને જીવલેણ માનવામાં આવે છે. વાયરસના કેસ એપ્રિલ અને ઓગષ્ટ મહિનામાં નોંધાયા હતા. એપ્રિલમાં ૦૯ અને ઓગષ્ટમાં ત્રણ કેસ વાયરલ એ ટાઈપના જાવા મળ્યા હતા.  વાયરલ બી અને સી પ્રમામાં ઓછા ઘાતક છે. બી વાયરલના ૧ર કેસ એપ્રિલમાં કન્ફર્મ થયા હતા. જ્યારે સી ટાઈપ વાયરલના કુલ ૩૬ કેસ નોંધાયા છે. જે પૈકી એપ્રિલમાં ૦૪, ઓગષ્ટમાં ૧ર અને ઓક્ટોબરમાં ર૦ કેસ કન્ફર્મ થયા હતા. વાયરલ એ અને સી બંન્ને જાવા મળ્યો હોય એવો એક માત્ર કેસ ઓગષ્ટ મહિનામાં કન્ફર્મ થયો હતો એમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.